Vastu Tips: ઘરમાં માટલું રાખવું શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં માટલાને રાખવા માટે યોગ્ય દિશા વિશે જણાવવામાં આવ્યું છે. તે દિશામાં માટલું રાખવાથી જીવનમાં શુભ પરિણામ મળે છે.
વાસ્તુ શાસ્ત્રમાં આજે અમે તમને જણાવીશું કે પાણીથી ભરેલા માટલાને કઈ દિશામાં રાખવું જોઈએ. ભલે શહેરોમાં આજકાલ પાણીથી ભરેલા માટલાના ઘડા ઓછા જોવા મળે છે પરંતુ ગામડામાં આજે પણ ઘરમાં કે કોઈ સાર્વજનિક સ્થળો પર તમને પાણીથી ભરેલા માટીના ઘડા જોવા મળશે. જેનું પાણી પીવામાં સારૂ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
હકીકતે યોગ્ય દિશામાં પાણીથી ભરેલું માટલુ રાખવું વાસ્તુની દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે. આ તે દિશા સંબંધિત વાસ્તુને સુધારવામાં મદદ કરવાની સાથે ઘરમાં પોઝિટિવિટીને પણ વધારે છે.
માટલું રાખવાની સૌથી યોગ્ય દિશા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર કે કાર્યાલયમાં માટીના ઘડા, માટલાને રાખવાની સૌથી યોગ્ય દિશા- ઉત્તર દિશા છે. વાસ્તુ અનુસાર પંચ તત્વો- અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી અને આકાશમાંથી ઉત્તર દિશાનો સંબંધ જળ તત્વ સાથે છે. એવામાં ઉત્તર દિશામાં જળ સંબંધી વસ્તુઓ મુકવી શુભ માનવામાં આવે છે. માટે માટલુ મુકવા માટે ઉત્તર દિશા સૌથી શ્રેષ્ઠ છે.
થાય છે શુભ ફળની પ્રાપ્તિ
ઉત્તર દિશામાં માટલું રાખવાથી તમને ઉત્તર દિશા સાથે સંબંધિત શુભ ફળોની પ્રાપ્ત થશે. તેનાથી તમારા ઉપર વરૂણ દેવનો આશીર્વાદ બની રહેશે. સાથે જ તમને કોઈ પ્રકારનો ભય નહીં રહે. ઉત્તર દુશામાં જળ સંબંધી વસ્તુઓ રાખવાથી આપણા શરીરમાં સૌથી વધારે લાભ આપણા કોનોને મળે છે. તેનાથી આપણી સાંભળવાની શક્તિ મજબૂત રહે છે.