Places To Visit In Porbandar: ગુજરાતના લગભગ દરેક શહેર સુંદરતાની બાબતમાં અન્ય રાજ્યના શહેરો કરતા ઓછા નથી. ખાસ કરીને દરિયા કિનારે આવેલું પોરબંદર શહેર તેની સુંદરતા અને સાંસ્કૃતિક ઓળખ માટે માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ફેમસ છે. પોરબંદર એક એવું શહેર છે જ્યાં દર મહિને હજારો દેશ-વિદેશથી પર્યટકો ફરવા માટે આવતા રહે છે, પરંતુ ઘણા લોકોને પોરબંદરના સુંદર સ્થળો વિશે યોગ્ય માહિતી ન હોવાને કારણે અહીં-તહીં ભટકતા રહે છે. આ લેખમાં અમે તમને પોરબંદરના કેટલાક એવા સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં એક વખત ગયા પછી તમને વારંવાર ત્યાં ફરવા જવાનું મન થશે. તો ચાલો જાણીએ.
પોરબંદર બીચ
પોરબંદરમાં ફરવાની વાત થાય, ત્યારે સૌથી પહેલા અહીં આવેલા પોરબંદર બીચનો ઉલ્લેખ જરુર થાય છે. જી હાં, સૌથી આકર્ષક સ્થળોમાં સામેલ પોરબંદર બીચ પર દરરોજ ઘણા લોકો ફરવા આવે છે. વેરાવળ અને દ્વારકા નગરીની વચ્ચે આવેલો આ દરિયાકાંઠો શાંત અને આકર્ષિત દરિયાઈ મોજા માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ બીચની નજીક આવેલ હુઝૂર પેલેસ પણ પ્રવાસીઓ માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં તમે ફિશિંગ અને વોટર સ્પોર્ટ્સ જેવી એક્ટિવિટી પણ કરી શકો છો. પોરબંદર બીચ ઉપરાંત, તમે મિયાણી બીચ, ચોપાટી બીચ પણ ફરવા માટે જઈ શકો છો.
પોરબંદર બર્ડ સેન્ચ્યુરી
પોરબંદર શહેરના બીજા સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય સ્થળોમાં પોરબંદર બર્ડ સેન્ચ્યુરી સામેલ છે. લગભગ બે કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા આ બર્ડ સેન્ચ્યુરીમાં વિવિધ પ્રકારના પશુ-પક્ષીઓને જોઈ શકાય છે. જી હા, આ અભયારણ્યમાં તમે મુખ્યત્વે ફ્લેમિંગો, બતક અને ગીઝ, ગ્રીવ્સ, જેક્સ, ઈન્ડિયન રોલર વગેરે જાતોના પક્ષીઓ જોઈ શકો છો. આ સિવાય અહીં તમે જંગલ સફારીની પણ મજા માણી શકો છો.
મહાત્મા ગાંધી જન્મ સ્થળ
પોરબંદર ફરવાની વાત આવે અને મહાત્મા ગાંધીના જન્મ સ્થળ વિશે ઉલ્લેખ ન થાય એવું ભાગ્યે જ જોવા મળે છે. જી હા, પોરબંદરની સાથે-સાથે આખા ગુજરાતમાં સૌથી વધુ જોવામાં આવતું અને પસંદ કરવામાં આવતું આ સ્થળ છે. અહીં તમે બાપુને લગતી એક નહીં પરંતુ ઘણી વસ્તુઓને નજીકથી જોઈ શકો છો. એવું કહેવાય છે કે અહીં તેમના બાળપણની તમામ વસ્તુઓને સાચવીને રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં જો તમે ઈતિહાસને નજીકથી જોવા માંગો છો તો અહીં જરુર પહોંચો.
ઘુમલી
પોરબંદરનું ઘુમલી એક ખૂબ જ પ્રખ્યાત અને પ્રાચીન સ્થળ છે. એવું કહેવાય છે કે ઘુમલી સ્થળ 12મી-13મી સદી દરમિયાન સૈંધવ અને ત્યારબાદ સૌરાષ્ટ્રના જેઠવા રાજવંશની રાજધાની તરીકે ઓળખાતું હતું. તમને જણાવી દઈએ કે આ સ્થળે માત્ર એક જ નહીં પરંતુ અનેક ઐતિહાસિક દરવાજા, મંદિર અને પ્રાચીન સમયમાં બનેલા સંરચના હાજર છે. અહીં હાજર નવલખા મંદિરને સૌથી ફેમસ સ્થળ માનવામાં આવે છે.
પોરબંદરમાં ફરવા માટેના અન્ય સ્થળો
પોરબંદર બીચ, પોરબંદર બર્ડ સેન્ચ્યુરી, મહાત્મા ગાંધી જન્મ સ્થળ અને ઘુમલીમાં ફરવા ઉપરાંત અન્ય ઘણા સ્થળો છે જેની તમે એક્સપ્લોર કરી શકો છો. રામધૂન મંદિર, દરિયા રાજમહેલ, ઐતિહાસિક સ્થળ દરબારગઢ, કીર્તિ મંદિર અને રાણી બાગ પાર્ક જેવા સ્થળોની પણ મુલાકાત કરી શકો છો.