Doodhi Pudla Recipe: ઉનાળાની ભારે ગરમીમાં પાણીથી ભરપૂર ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. તેમાંથી એક શાકબાજી છે દૂધી. તેમાં સારા પ્રમાણમાં પાણી મળે છે. દૂધીને ડાયટમાં સામેલ કરીને ગરમી સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. દૂધીમાંથી કરી, રાયતા, કોફતા અને અન્ય ઘણી વાનગીઓ બનાવી શકાય છે. આ સાથે દૂધી ચીલા પણ બનાવી શકાય છે. તે બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. દરેકને ચીલા ગમતા હોય છે. ત્યારે જાણો દૂધી ચીલા બનાવવાની સરળ રેસીપી.
દૂધી ચીલા બનાવવા માટેની સામગ્રી
એક વાટકી – નાના-નાના ટુકડાઓમાં કપાયેલ દૂધી
એક કપ – સોજી
2 વાટકી – ચોખાનો લોટ
1 ચમચી – લસણ, આદુ અને ધાણાની પેસ્ટ
અડધો કપ – દહીં
અડધી ચમચી – જીરી પાવડર
લીલા મરચાની પેસ્ટ
ધાણાના પાન
પનીર
તેલ
ટોમેટો સોસ
સ્વાદ માટે મીઠું
દૂધી ચીલા બનાવવાની રીત
એક બાઉલમાં દૂધીની પ્યુરી લો.
તેમાં ચોખાનો લોટ, સોજી, દહીં, આદુની પેસ્ટ, જીરા પાવડર, 1 ચમચી પાણી અને લીલા મરચાંની પેસ્ટ મિક્સ કરી લો.
આ તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને 30 મિનિટ માટે આ રીતે રાખો.
હવે પેનને ગેસ પર મૂકો.
પેનમાં બેટર નાખીને ચીલા શેપમાં ફેલાવો.
હવે તેમાં છીણેલું પનીર ઉમેરીને કોથમીર ઉમેરો.
તેના પર થોડું તેલ રેડીને બંને બાજુથી શેકી લો.
તૈયાર છે દૂધી ચીલા.
તેને ટોમેટો સોસ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.