આવનારો સમય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો છે. દુનિયાની લગભગ તમામ કંપનીઓ AI પર કામ કરી રહી છે. ChatGPTના આગમન પછી, AI ટૂલ્સ વિશે ઘણી ચર્ચા થઈ છે. હવે Higgsfield AIએ એક વિડિયો AI ટૂલ લોન્ચ કર્યું છે જે ફોટામાંથી વીડિયો બનાવી શકે છે.
હિગ્સફિલ્ડ AIના આ ટૂલને ઈમેજ ટુ વીડિયો જનરેટર કહેવામાં આવી રહ્યું છે અને તેનું નામ ડિફ્યુઝ છે. તેની મદદથી તમે તમારી સેલ્ફીને વીડિયોમાં પણ કન્વર્ટ કરી શકો છો. Higgsfield AIએ ખાસ કરીને સ્માર્ટફોન યુઝર્સ માટે આ ટૂલ લોન્ચ કર્યું છે.
કંપનીનો દાવો છે કે હિગ્સફિલ્ડ AIના ટૂલ્સ દ્વારા બનાવવામાં આવેલા વીડિયો વાસ્તવિક વીડિયો જેવા જ હશે. Higgsfield AI એ ઘણા દેશોમાં iOS અને Android માટે આ ટૂલ લોન્ચ કર્યું છે.
કંપનીએ X પર એક ડેમો વિડિયો પણ શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે આ ટૂલે ફોટામાંથી વીડિયો બનાવ્યો છે. આ ટૂલ વીડિયોનો એક ભાગ લઈ શકે છે અને એક અલગ પાત્ર બનાવવા માટે તમારી સેલ્ફીને એડિટ કરી શકે છે.
આ સાથે, પ્રોમ્પ્ટ વિકલ્પ પણ ઉપલબ્ધ હશે. આ એપ એપલના એપ સ્ટોર અને ગૂગલના પ્લે સ્ટોર બંને પર ઉપલબ્ધ છે. તેને ભારત, દક્ષિણ આફ્રિકા, કેનેડા અને ફિલિપાઈન્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.