Astrology News: દરેક વ્યકતિનું ઇચ્છે છે કે તેની પાસે બંગલો, ગાડી અને ઘણા બધા રૂપિયા હોય જેથી તે પોતાના તમામ શોખ પૂરા કરી શકે.
જોકે ધનવાન થવું તમામના નસીબમાં હોતુ નથી. જો તમે પણ પૈસાદાર બનવા માંગતા હોવ તો ઘરે એવો છોડ લગાવવો જેનાથી લક્ષ્મીજી હંમેશા તમારા પ્રસન્ન રહેશે.
– તુલસીને આંગણામાં શોભા કહેવાય છે. તેના પાનમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. તુલસીના પાનનું સેવન કરવાથી રોગ દૂર રહે છે અને સાથે જ ઘરની અંદર સુખ, શાંતિ અને સમુદ્ઘિનો વાસ રહે છે.
– લક્ષ્મણ છોડ લગાવવાથી ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે. તેને ગેલેરીના મોટા કૂંડમાં લગાવી શકો છો. જે ઘરમાં લક્ષ્મણ છોડ હોય ત્યાં ચોક્કસથી ધનવર્ષા થવા માંડે છે.
– માન્યતા છે કે મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે, પરિવારના લોકો ખુશ રહે છે. તેને ઘરમાં સાચી દિશામાં લગાવવુ જોઇએ. વાસ્તુ અનુસાર અગ્નિ દિશામાં મની પ્લાન્ટ યોગ્ય છે, આ દિશામાં ગણેશ ભગવાનનો પણ વાસ હોય છે.
– હિંદુ ધર્મમાં કેળાના છોડને ઘણુ મહત્વ આપવામાં આવ્યુ છે કે આ છોડ લગાવવાથી ઘરમાં સમુદ્ઘિ આવે છે. કેળના ઝાડમાં વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીનો વાસ હોય છે. કેળ બૃહસ્પતિ દેવ (ગુરુ)નો કારક છે. આથી છોડ ઘરમાં ઈશાન ખૂણામાં વાવવુ જોઇએ. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને કેળાનો પ્રસાદ ચડાવવામાં આવે છે.
– ક્રસુલા ઓવટા છોડ લગાવવાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે. ક્યારેય ચીજની ખોટ નથી થતી. આ છોડ પૈસાને આકર્ષિક કરે છે તેથી તેણે લકી પ્લાન્ટ પણ કહેવામાં આવે છે.