ગુજરાતની દરેક વાનગી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. તેમાંની જ એક લોકપ્રિય વાનગી છે ખાંડવી. ગુજરાત સહિત દેશભરમાં લોકો ખાંડવી શોખથી ખાય છે. બજારમાં મળતી ખાંડવી બાળકોથી મોટાઓ તમામને ગમતી હોય છે. જો કે, જ્યાકે ઘરે ખાંડવી બનાવવામાં આવે ત્યારે તે ઘણી વખત બગડી જતી હોય છે. ત્યારે આજે અમે તમને ઘરે બનાવવામાં આવતી ખાંડવી ન બગડે તેની ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છે. જાણો.
સ્મૂધ બેટર
ખાંડવી બનાવવા માટે સ્મૂધ બેટર હોવું જરૂરી છે. સ્મૂધ બેટર બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ, દહીં, હળદર, મીઠું અને પાણી મિક્સ કરી લો. તમામ વસ્તુઓને ત્યાં સુધી ફેંટો જ્યાં સુધી બેટરમાં કોઈ ગઠ્ઠો ના રહી જાય.
નોન-સ્ટીક પેન
ખાંડવી બનાવવા માટે નોન-સ્ટીક પેનનો ઉપયોગ કરો. કારણ કે, નોન-સ્ટીક પાન પર ખાંડવીનું બેટરને ચોંટતું નથી. આ સાથે જ પેનમાં બેટરને સારી રીતે પાતળું કરીને ફેલાવી શકાય છે. ખાંડવી બનાવવા માટે ફ્લેટ બોટમવાળા નોન-સ્ટીક પેન અથવા નોન-સ્ટીક કઢાઈનો ઉપયોગ કરી શકો છો.
સ્પેટુલા
બેટર રંધાઈ ગયા પછી સ્વચ્છ સપાટી પર લઈ લો. બેટરને ફેલાવવા માટે સ્પેટુલાનો ઉપયોગ કરો. બેટરને ફેલાવતા સમયે તેને વધુ જાડું ન ફેલાવો. જાડું ફેલાવતા તે યોગ્ય રીતે રોલ થશે નહીં.
ધીમી આંચ
સારી ખાંડવી બનાવવા માટે બેટરને ધીમી આંચ પર રાંધો. બેટરને રાંધતા સમયે તેને સતત હલાવતા રહો જેથી તે પેન પર ચોંટી ન જાય. ધીમી આંચ પર ખાંડવીનો શેપ ખૂબ સારો આવે છે.
રોલ
બેટર ઠંડુ થવા પર પાતળી સ્ટ્રીપ્સમાં કાપી લો. ધીમે-ધીમે દરેક સ્ટ્રીપને સર્પિલમાં રોલ કરો. ધ્યાન રાખો કે, ખાંડવી તૂટી ન જાય. આ છેલ્લું સ્ટેપ છે. ત્યારબાદ ખાંડવી તૈયાર થઈ જશે. તેને પ્લેટમાં કાઢીને સમારેલી કોથમીર, થોડા કરી પત્તા અને છીણેલા નારિયેળથી સજાવીને સર્વ કરો.