ગુજરાતના ભાવનગરમાં 5 કિમીની ઊંડાઈએ 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અગાઉ 1 ફેબ્રુઆરીએ કચ્છ જિલ્લામાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS અનુસાર, ભૂકંપની ઊંડાઈ 15 કિમી નોંધવામાં આવી હતી. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે NCS દેશમાં ભૂકંપની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારત સરકારની નોડલ એજન્સી છે.