ઉનાળામાં લોકો ગરમીથી બચવા માટે ડાયટમાં ઠંડા પીણાંનો સમાવાશે કરતા હોય છે. લોકો શેરડીનો રસ, આઈસ્ક્રીમ વગેરેનું સેવન કરતા હોય છે. ત્યારે ગરમીમાં સ્વાસ્થ્યવર્ધક મસાલા છાશનું સેવન કરી શકાય છે. તે સ્વાદ વધારવાની સાથે શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે.
છાશનું નિયમિત સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે નબળા પાચનને સુધારવામાં મદદ કરે છે. તમે સ્વાસ્થ્યવર્ધક મસાલા છાશ ઘરે સરળતાથી બનાવી શકો છો. જાણો મસાલા છાશને બનાવવાની સરળ રેસીપી.
મસાલા છાશ બનાવવા માટેની સામગ્રી
- 2 કપ દહીં
- 1/4 કપ લીલા ધાણાના પાન
- 2 ચમચી શેકેલું જીરું પાવડર
- 1/4 કપ સમારેલા ફુદીનાના પાન
- 1/2 ચમચી લીલું મરચું
- 1 ચમચી કાળું મીઠું
- સ્વાદ મુજબ મીઠું
મસાલા છાશ બનાવવાની રીત
- સૌપ્રથમ લીલા ધાણાના પાન અને ફુદીનાના પાન તોડીને તેની જાડી દાંડીને અલગ કરી લો.
- ત્યારબાદ લીલા મરચાંને કાપીને મિક્સરમાં અડધો કપ દહીં, જીરું પાવડર, લીલા ધાણાના પાન, ફુદીનાના પાન, અડધો કપ દહીં અને કાળું મીઠું નાખીને પીસી લો.
- દહીં ઉમેરતા જ મિક્સરમાં વધારાનું પાણી ઉમેરવાની જરૂર રહેશે નહીં.
- હવે આ તૈયાર કરેલ સ્મૂથ પેસ્ટને એક મોટા વાસણમાં કાઢી લો.
- હવે તેમાં બાકીનું દોઢ કપ દહીં, સ્વાદ પ્રમાણે સાદું મીઠું અને લગભગ અઢી કપ ઠંડુ પાણી ઉમેરી દો.
- આ પછી મથાણીની મદદથી લગભગ 2 થી 3 મિનિટ સુધી દહીંને સારી રીતે અને ઝડપથી મથો કરો.
- આ રીતે દહીં વાળી સારી છાશ બની જશે.
- તૈયાર કરેલી છાશને સર્વિંગ ગ્લાસમાં નાખો.
- બરફના ટુકડા ઉમેરીને સર્વ કરો.