જો ચટણીને ભોજન સાથે પીરસવામાં આવે તો ભોજનનો આનંદ બમણો થઈ જાય છે. ચટણી કોઈપણ વાનગીનો સ્વાદ વધારે છે. ખાવામાં ચટણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કે અહીં આપણે પંજાબી સ્ટાઈલની ચટણી વિશે વાત કરી રહ્યા છીએ. પંજાબમાં અનેક પ્રકારની ચટણી બનાવવામાં આવે છે, પરંતુ ટામેટાની ચટણી સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. તો આજે અમે તમને પંજાબી સ્ટાઈલમાં ટામેટાની ચટણી બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ કેવી રીતે…
પંજાબી ટામેટાની ચટણી બનાવવા માટેની સામગ્રી
- 2 ટામેટાં
- લસણની 4-5 કળી
- 2 લીલા મરચા
- 1 ચમચી શેકેલું જીરું પાવડર
- મીઠું અને મરી સ્વાદ મુજબ
- 2 ચમચી સરસવનું તેલ
- 2-3 ચમચી તાજી સમારેલી કોથમીર
- એક ચપટી ખાંડ
- પંજાબી ટામેટાની ચટણી કેવી રીતે બનાવવી
- ટામેટાં, લીલાં મરચાં અને લસણને સાંતળો.
- હવે ટામેટાંને છોલીને કાપી લો.
- એક ખલદસ્તામાં લીલા મરચાં, લસણ, ધાણાજીરું અને થોડું મીઠું ઉમેરો.
- એક બાઉલમાં બધી સામગ્રીને પીસી લો.
- પછી ટામેટાંને સારી રીતે પીસી લો અને તે જ બાઉલમાં કાઢી લો.
- થોડું સરસવનું તેલ, કાળું મીઠું અને ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- પંજાબી સ્ટાઈલની ટમેટાની ચટણી તૈયાર છે.
- તેને પરાઠા, રોટલી, શાક અથવા ભાત સાથે સર્વ કરો.