Best Way To Eat Mango : કેરીની સીઝન ચાલી રહી છે અને હાલ મેંગો લવર્સને જલસા પડી ગયા છે. જો તમે પણ કેરી ખાવાના શોખીન છો તો જાણી લો તેને ખાવાની યોગ્ય રીત કઈ છે.
ઘણી વખત લોકો કેરી ખાતી વખતે એવી ભૂલો કરે છે જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે. સ્વાદના ચક્કરમાં સ્વાસ્થ્ય સાથે બેદરકારી થઈ શકે છે. માટે કેરી ખાવાની યોગ્ય રીત જાણવી ખૂબ જ જરૂરી છે. તમારે કેરી ખાવાના અડધા કલાક પહેલા તેને પાણીમાં જરૂર પલાડવી જોઈએ. જેનાથી કેરી ખાવાનો ભરપૂર ફાયદો મળશે અને કોઈ નુકસાન નહીં થાય.
કેરી ખાતા પહેલા કેમ તેને પલાળવી જોઈએ
ફાઈટિક એસિડ નિકળી જાય છે
કેરીમાં નેચરલ ફાઈટિક એસિડ નામનો પદાર્થ હોય છે. જે એન્ટી-ન્યૂટ્રિએન્ટ માનવામાં આવે છે. આ એસિડ શરીરમાં કેલ્શિયમ, આયર્ન અને ઝિંક જેવા મિનરલ્સને રોકે છે. તેનાથી શરીરમાં મિનરલ્સની કમી થઈ શકે છે. માટે કેરીને અમુક કલાકો સુધી પાણીમાં પલાળીને ખાવાથી કેસીનું વધારાનું ફાઈટિક એસિડ નિકળી જાય છે.
જંતુનાશકો થાય છે ઓછા
કેરીને રાંધવા માટે ઘણા પ્રકારના જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ પેટ અને પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ પેદા કરી શકે છે. જેનાથી માથામાં દુખાવો, કબજીયાત અને ઘણી બીજી સમસ્યાઓ થઈ શકે છે. આ હાનિકારક કેમિકલ્સ ત્વચા, આંખ અને શ્વાસ લેવામાં બળતરા પેદા કરી શકે છે. માટે તમારે ખાવાના અડધા કલાક પહેલા પાણીમાં તેને પલાળીને રાખવી જરૂરી છે.
કેરીની ગરમી થાય છે ઓછી
પાણીમાં પલાળીને ખાવાથી કેરીની ગરમી ઓછી થાય છે. કેરીની તાસીરમાં થોડી ગરમી હોય છે. તેને વધારે ખાવાથી અમુક લોકોના ચહેરા પર પિમ્પલ્સ નિકળવા લાગે છે. ઘણી વખત ઝાડા ઉલટી જેવી સમસ્યા પણ થઈ શકે છે. પાણીમાં પલાળીને ખાવાથી કેરીની ગરમી ઓછી થઈ જાય છે.