Technology News : વોટ્સએપ એવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે જેનો સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. યુઝર્સના શ્રેષ્ઠ અનુભવ માટે કંપની નવા WhatsApp ફીચર્સ પર કામ કરતી રહે છે. યુઝર્સની સુવિધા માટે એપમાં માત્ર એક-બે નહીં પણ અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે, આમાંનું એક ઉપયોગી ફીચર્સ વોટ્સએપ નંબર ચેન્જ છે.
જ્યારે તમારો જૂનો નંબર બદલાય ગયો હોય અથવા તમે બીજા દેશમાં રહેવા ગયા છો ત્યારે આ સુવિધા કામમાં આવે છે. આ સિવાય બીજા પણ ઘણા કારણો હોઈ શકે છે જેના કારણે લોકોના મનમાં વોટ્સએપ નંબર બદલવાનો વિચાર આવે છે.
આજે અમે તમને બે મહત્ત્વપૂર્ણ પ્રશ્નો વિશે માહિતી આપીશું, પહેલો મહત્ત્વનો પ્રશ્ન એ છે કે વોટ્સએપ પર નંબર કેવી રીતે બદલી શકાય છે? અને બીજો મહત્ત્વનો પ્રશ્ન એ છે કે શું વોટ્સએપ એકાઉન્ટ નંબર બદલ્યા બાદ ચેટ ડીલીટ થઈ જશે?
વોટ્સએપ નંબર આ રીતે બદલો
વોટ્સએપ પર નંબર બદલવા માટે સૌથી પહેલા તમારું વોટ્સએપ એકાઉન્ટ ખોલો. એપ ખોલ્યા પછી, ઉપર જમણી બાજુ પર આવેલા 3 ડોટ્સ પર ક્લિક કરો, ત્યારબાદ સેટિંગ્સના વિકલ્પ પર ટેપ કરો. જેમાં તમને માત્ર એક નહીં પરંતુ ઘણા વિકલ્પો દેખાશે. આ વિકલ્પોમાંથી, તમારે એકાઉન્ટના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
એકાઉન્ટ વિકલ્પ પર ટેપ કર્યા પછી, તમને ચેન્જ નંબરનો વિકલ્પ દેખાશે, આ વિકલ્પ પર ક્લિક કરો. ચેન્જ નંબર પર ક્લિક કર્યા પછી, નેક્સ્ટ બટન પર ટેપ કરો.
જેવું જ તમે નેક્સ્ટ બટન પર ટેપ કરશો, તમને જૂનો નંબર દાખલ કરવા માટે કહેવામાં આવશે જેમાંથી તમારું WhatsApp એકાઉન્ટ હાલમાં ચાલી રહ્યું છે. જૂનો નંબર દાખલ કર્યા પછી, તમારે નવો ફોન નંબર દાખલ કરવો પડશે. બંને નંબરો દાખલ કર્યા પછી, નેક્સ્ટ લખેલા બટન પર ક્લિક કરો.
તમને આગલી સ્ક્રીન પર લખેલું દેખાશે કે તમે જૂના નંબરથી નવા નંબર પર સ્વિચ કરી રહ્યા છો. એવા ઘણા લોકો છે જેઓ તેમના કોન્ટેક્ટમાં રહેલા લોકોને નંબર બદલ્યાની માહિતી આપવા માંગે છે. આવા યુઝર્સઓને અહીં નોટિફાઇ કોન્ટેક્ટ્સનો વિકલ્પ ઓન કરી શકે છે. જો તમે નથી ઇચ્છતા કે તમારા કોન્ટેક્ટ્સને આ વિશે ખબર પડે, તો આ વિકલ્પ બંધ રાખો.
અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવા જેવું છે કે તમારા વોટ્સએપ કોન્ટેક્ટ્સને આ વિશે ખબર નહીં હોય, પરંતુ તમે જે ગ્રુપમાં જોડાયેલા છો તે બધામાં ચોક્કસ જાણ કરવામાં આવશે કે તમારો નંબર બદલાઈ ગયો છે.
નંબર બદલવાથી ચેટ ડીલીટ થઈ જશે?
વોટ્સએપ એકાઉન્ટનો નંબર બદલતી વખતે, ઘણા લોકોના મનમાં આ મૂંઝવણ હોય છે કે અમે નંબર બદલી રહ્યા છીએ પરંતુ આના કારણે અમારી મહત્ત્વપૂર્ણ ચેટ્સ ડીલીટ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે જ્યારે તમે WhatsAppના આ મહત્ત્વપૂર્ણ ફીચરનો ઉપયોગ કરીને તમારો એકાઉન્ટ નંબર બદલો છો, ત્યારે તમારી મહત્ત્વપૂર્ણ ચેટ્સ ડીલીટ થતી નથી. તેમ છતાં આ પ્રક્રિયા કરતા પહેલા તમારી ચેટ્સનું બેકઅપ લેવાની સલાહ આપવામાં આવે છે.