Kedarnath Yatra : કેદારનાથ હિન્દુઓ માટે એક વિશ્વ પ્રસિદ્ધ તીર્થસ્થળ છે. આ સ્થાન ભગવાન શિવને સમર્પિત છે. આ પવિત્ર સ્થળના દર્શન કરવા દર વર્ષે કરોડો ભક્તો આવે છે. દર વર્ષે કેદારનાથ મંદિરના કપાટ ખુલવાની રાહ સમગ્ર ભારત જુએ છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે મંદિરના કપાટ 10 મેના રોજ સવારે 7 વાગ્યે ભક્તો માટે ખોલી દેવામાં આવશે.
કેદારનાથ મંદિરના કપાટ ખુલતાની સાથે જ ભક્તો દર્શન કરવા માટે આવવા લાગે છે. હિમાલયની ઊંચાઈ પર હોવાને કારણે અહીંનું હવામાન પણ સતત બદલાતું રહે છે. આવી સ્થિતિમાં અહીં જતાં પહેલા ઘણી બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. જો તમે પણ પહેલીવાર કેદારનાથ યાત્રા માટે જઈ રહ્યા છો અને યાત્રાને મજેદાર બનાવવા માંગો છો, તો પછી તમારે પણ આ ટિપ્સને જરૂર ફોલો કરવી જોઈએ.
તમારી જાતને પહેલા તૈયાર કરો
કેદારનાથની યાત્રા પર નીકળવું અને યાત્રાનું આયોજન કરવામાં ઘણો તફાવત હોય છે. ઘણા લોકોને લાગે છે કે ખૂબ જ સરળતાથી કેદારનાથના દર્શન કરી લેશે, પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ભગવાન શંકરના દર્શન કરવા એટલા પણ સરળ નથી.
કેદારનાથ દર્શન માટે લગભગ 16 કિલોમીટર લાંબું ટ્રેકિંગ કરવું પડે છે. ટ્રેકિંગ દરમિયાન મેદાનો, પહાડો, ખડકો, જંગલો, ધોધ અને નદીઓમાંથી થઈને પસાર થવું પડે છે, જે ઘણા લોકો માટે ખૂબ મુશ્કેલ પણ હોય છે. તમને જણાવી દઈએ કે આ ટ્રેકિંગ ગૌરીકુંડથી શરૂ થાય છે અને કેદારનાથ જઈને સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં યાત્રા પહેલા તમારી જાતને તૈયાર કરવી અત્યંત જરૂરી હોય છે.
રજિસ્ટ્રેશન કરાવવાનું ભૂલશો નહીં
તમે વિચારી રહ્યા હશો કે અન્ય મંદિરોની જેમ કેદારનાથ પણ જવું ખૂબ જ સરળ છે, પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કેદારનાથ જતાં પહેલા તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. સોનપ્રયાગ પહોંચ્યા બાદ ઉત્તરાખંડ સરકાર તરફથી બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન થાય છે. રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી હોય છે. તમને જણાવી દઈએ કે, રજિસ્ટ્રેશન ઓફલાઈન અથવા ઓનલાઈન પણ કરાવી શકો છે. રજિસ્ટ્રેશન માટે તમારી પાસે આધાર કાર્ડ અથવા કોઈ અન્ય ID હોવું જરુરી છે.
હવામાન વિશેની જાણકારી રાખો
કદાચ તમને ખબર હશે, જો નથી ખબર, તો તમને જણાવી દઈએ કે કેદારનાથ મંદિર દરિયાની સપાટીથી 3 હજાર મીટરથી પણ વધુની ઉંચાઈ પર આવેલું છે. હિમાલયની ગોદમાં હોવાને કારણે અહીંનું હવામાન થોડીવારમાં બદલાઈ જાય છે. ક્યારેક ભારે વરસાદ પડે છે, તો ક્યારેક વધુ તડકો નિકળી જાય છે. આવી સ્થિતિમાં યાત્રા પર નિકળતા પહેલા હવામાન વિશે માહિતી રાખવી ખૂબ જ જરુરી બની જાય છે.
ગરમ કપડાં સાથે લઈ જાઓ
આ વર્ષે કેદારનાથ મંદિરના કપાટ 10મે 2024ના રોજ ખુલી રહ્યા છે. દેશના અન્ય ભાગોમાં મે, એપ્રિલ અને જૂન મહિનામાં તીવ્ર ગરમી હોય છે, પરંતુ કેદારનાથ ટ્રેકિંગ દરમિયાન ગરમી નહીં, પરંતુ ઠંડી પડે છે અને વરસાદ પણ શરૂ થાય છે. જી હાં, જો તમે એપ્રિલ, મે કે જૂન અથવા તો જુલાઈ મહિનામાં પણ કેદારનાથની યાત્રા માટે નીકળી રહ્યા છો, તો પછી તમારે તમારી સાથે ગરમ કપડાં જરુર પેક કરવા જોઈએ. આ સિવાય તમારે તમારી સાથે છત્રી અથવા રેઈનકોટ પણ જરુર પેક કરી લેવો જોઈએ.
આ વાતોનું પણ ધ્યાન રાખો
- કેદારનાથ યાત્રા પર નીકળતા પહેલા કેટલીક જરૂરી દવાઓને પેક કરવાનું ભૂલશો નહીં. જેમ કે તાવ, શરદી, ઉધરસ કે દુખાવો વગેરે.
- કેદારનાથ યાત્રા પર જઈ રહ્યા છો, તો નાના બાળકોને સાથે લઈ જવાની ભૂલ કરવી નહીં.
- કેદારનાથની યાત્રામાં રાત્રીના સમયે નિકળવું નહીં, કારણ કે રાત્રીની યાત્રામાં ટ્રેકની આસપાસ જંગલી પ્રાણીઓ પણ ફરતા હોય છે.
- યાત્રા પર નીકળતા પહેલા સારી ક્વોલિટીના રનિંગ શૂઝ પહેરીને જ નિકળો.
- જો તમે પગપાળા યાત્રા કરી શકતા નથી, તો તમે ગૌરીકુંડ અથવા સોનપ્રયાગથી ખચ્ચર પર જઈ શકો છો.