શેરબજારની શરૂઆત આજે પણ લીલા નિશાન સાથે થઈ છે. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ આજે સપ્તાહના બીજા દિવસે શાનદાર શરૂઆત કરી છે. સેન્સેક્સ 400 પોઈન્ટના વધારા સાથે 74048 ના સ્તર પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 50 એ પણ 110 પોઈન્ટના ઉછાળા સાથે 22447 ના સ્તર પર દિવસના કારોબારની શરૂઆત કરી હતી.
8:30 AM શેર માર્કેટ લાઈવ અપડેટ્સ 23 એપ્રિલ: ભારતીય શેર બજાર છેલ્લા બે સત્રોથી પૂરજોશમાં છે. આજે સતત ત્રીજા દિવસે સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાન પર ખુલવાની ધારણા છે. કારણ કે, GIFT નિફ્ટી 22,415ના સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સના પાછલા બંધ કરતાં લગભગ 55 પોઈન્ટ વધુ છે. આ સિવાય વોલ સ્ટ્રીટ પર રાતોરાત ઉછાળા બાદ મંગળવારે એશિયન બજારોમાં તેજી રહી હતી.
જાપાનનો Nikkei 225 0.8% વધ્યો, જ્યારે Topix 0.66% વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.2% અને કોસ્ડેક 0.62% ઉપર હતો.
વોલ સ્ટ્રીટની સ્થિતિ: અમેરિકન શેરબજારો સોમવારે ઉછાળા સાથે બંધ થયા. S&P 500 43.37 પોઈન્ટ અથવા 0.87% વધીને 5,010.60 પર, જ્યારે Nasdaq Composite 169.30 પોઈન્ટ્સ અથવા 1.11% વધીને 15,451.31 પર પહોંચ્યો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 253.58 પોઈન્ટ અથવા 0.67% વધીને 38,239.98 ના સ્તર પર બંધ થયો છે.
યેન 34 વર્ષની નીચી સપાટીએ
જાપાની ચલણ યેન સામે યુએસ ડોલર 34 વર્ષની નવી ટોચે પહોંચ્યો છે. યેન સામે ડૉલર વધીને 154.85 યેન પર પહોંચ્યો, જે 1990 પછીનો સૌથી વધુ છે. તે 0.1% વધીને 154.82 યેન પર હતો.
રોકાણકારોને રૂ. 4.97 લાખ કરોડનો ફાયદો થયો છે
શેરબજારમાં બે દિવસની તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.97 લાખ કરોડનો વધારો થયો છે. વૈશ્વિક બજારોમાં વધારો અને ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના તણાવમાં કોઈ વધારો ન થવાથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર થઈ છે.
સેન્સેક્સ 560.29 પોઈન્ટ અથવા 0.77 ટકાના વધારા સાથે 73,648.62 પોઈન્ટ પર બંધ થયો. બે દિવસમાં BSE સેન્સેક્સ 1,159.63 પોઈન્ટ અથવા 1.59 ટકા મજબૂત થયો છે. આ વધારા સાથે BSE લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. 4,97,442.93 કરોડ વધીને રૂ. 3,97,86,490.93 કરોડ થઈ છે.