ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22 ટકાથી વધુ મતદાન થયું છે. 2019નો મતદાનનો રેકોર્ડ તૂટવાની શક્યતા નહીંવત છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયું છે. રાત્રે 12 વાગ્યે સત્તાવાર આંકડા સામે આવશે.
25 લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ
25 લોકસભા બેઠક પર 5 વાગ્યા સુધી સરેરાશ 55.22 ટકા મતદાન થયું છે. વલસાડમાં સૌથી વધુ સરેરાશ 68.12 ટકા મતદાન થયું છે. અમરેલીમાં સૌથી ઓછું 45.59 ટકા મતદાન નોંધાયુ છે.
ઉત્તર ગુજરાતની પાંચ બેઠકો પર સરેરાશ 57.75 ટકા મતદાન થયું છે. સૌરાષ્ટ્રની આઠ લોકસભા બેઠક પર સરેરાશ 49.91 ટકા મતદાન થયું છે. દક્ષિણ ગુજરાતની 4 બેઠક પર સરેરાશ 62 ટકા મતદાન થયું છે. મધ્ય ગુજરાતની 8 બેઠકો પર 55.51 ટકા મતદાન થયું છે.
પાંચ લોકસભા બેઠક પર 60 ટકાથી વધુ મતદાન થયું છે. રાજ્યની 13 લોકસભા બેઠક પર 50થી 60 ટકા મતદાન થયું છે. રાજ્યની 7 લોકસભા બેઠક પર 40થી 50 ટકા મતદાન થયું. વલસાડ, બનાસકાંઠામાં 65 ટકાથી વધુ મતદાન થયું છે. બારડોલી, ભરૂચ, છોટાઉદેપુરમાં 60 ટકાથી વધુ મતદાન થયું છે. ગાંધીનગર, જૂનાગઢ, દાહોદ, નવસારીમાં 55 ટકાથી વધુ મતદાન થયું છે.