ભજીયા દરેક લોકોને ખાવા ગમે છે પરંતુ ઘણી વખત તે પરફેક્ટ નથી. આજે ગુજરાતી જાગરણ તમને જણાવશે કે ઘરે જાળીદાર અને ટેસ્ટી ભજીયા કેવી રીતે બનાવવા. તો ચાલો બનાવીએ મેથીના ભજીયા. ઘણી જગ્યાએ લોકો તેને મેથીના ગોટા પણ કહે છે.
મેથીના ભજીયા બનાવવાની સામગ્રી
- લીલી મેથી,
- ચણાનો લોટ,
- મીઠું,તેલ,
- અજમો,
- ખારો,
- પાણી,
- લીંબુના ફૂલ,
- મરચું પાવડર,
- હળદર,
- ધાણાજીરૂ.
મેથીના ભજીયા બનાવવાની રીત
- સૌ પ્રથમ મેથીને પાણીથી ધોઈને સાફ કરીને તેના પાંદડા સમારી લો.
- હવે એક બાઉલમાં ચણાનો લોટ અને તમામ સામગ્રી નાખીને સારી રીતે મિક્સ કરી લો.
- હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને સ્મૂધ બેટર બનાવી તેમાં સમારેલી મેથી ઉમેરીને મિક્સ કરી લો.
- હવે કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં મેથીના ગોટા બનાવીને મૂકો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે આપણા મેથીના ભજીયા તમે ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરી શકો છો.