Gujarat News: અમદાવાદ એક્સ્પ્રેસ વે પર આજે મોટી દુર્ઘટના ઘટના થતાં થતાં બચી છે. એક ટેમ્પો ટ્રાવેલરમાં સવાર 15 લોકો સુરતથી અમદાવાદ સીમંત પ્રસંગમાં હાજરી આપવા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન જ અચાનક બસમાંથી ઘુમાડા નીકળવા લાગતા ડ્રાઇવરે બાજુમાં ઉભી રાખીને મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. જે બાદ થોડી જ વારમાં જ મિની બસ ભડભડ બળવા લાગી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. હાલમાં શોર્ટ સર્કિટથી આ આગ લાગ્યાનુ અનુમાન છે. એક્સપ્રેસ હાઈવે પર મિની બસમાં આલ લાગતા ટ્રાફિક જામ થયો હતો અને છ કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી હતી.
આ ગાડીમાં સવાર જીગ્નેશ ભાઇ કહ્યુ કે, હું સુરતથી અમદાવાદ જઇ રહ્યા હતા. આ ગાડીમાં 15 લોકો હતા. મુસાફરોને કાંઇ થયુ નથી. ચાલુ ગાડીએ ઘુમાડા નીકળવા માંડ્યા જેથી ગાડીને બાજુમાં ઉભી રાખી દીધી હતી.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, મિની બસ સુરતથી અમદાવદ જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. આ બનાવમાં બસ બળીને ખાખ થઈ ગઇ છે. જોકે, તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. હાલમાં પ્રાથમિક અનુમાન પ્રમાણે, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય શકે છે. એક્સપ્રેસ હાઈવે પર મિની બસમાં આલ લાગતા ટ્રાફિક જામ થયો હતો અને છ કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી હતી. આ દુર્ઘટનાને કારણે અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ અંગે ફાયર ફાઇટરના અધિકારીએ જણાવ્યુ કે, અમને સવારે 9.15 મિનિટે મેસેજ મળ્યો હતો કે, નડિયાદથી અમદાવાદ તરફના રસ્તા પર ટેમ્પો ટ્રાવેલર્સ ગાડી છે જેમા આગ લાગી છે. જેથી અમે અમારી ટીમ લઇને નીકળ્યા હતા. અમે પહોંચ્યા ત્યારે ગાડીમાં આગ લાગેલી હતી. જે બાદ પાણીનો મારો ચલાવીને અમે આગને કાબુમાં લઇ લીધી હતી.
અધિકારી વઘુ માહિતી આપતા જણાવ્યુ કે, ડ્રાઇવરના જણાવ્યા પ્રમાણે, આ ગાડી સુરતથી અમદાવાદ તરફ જતી હતી. ડ્રાઇવરે આગ અંગે જણાવ્યુ હતુ કે, ગાડીમાં ઘુમાડા દેખાતા તેણે ગાડીને બાજુમાં મુકી દીધી હતી અને પેસેન્જરોને કોઇ જાનહાની થઇ ન હતી.
અધિકારીએ વધુમાં જણાવ્યુ કે, આગને બુઝાવવામાં 20 મિનિટ જેવું લાગ્યુ હતુ.
એક્સપ્રેસ હાઈવે પર મિની બસમાં આલ લાગતા ટ્રાફિક જામ થયો હતો અને છ કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી હતી.