Food News: ચણાના લોટના પુડલા તો મોટા ભાગના લોકોએ ખાધા હશે. પરંતુ આજે ગુજરાતી જાગરણ તમને ઘઉંના લોટના ગળ્યા પુડલા કેવી રીતે બનાવવા તેની રેસિપી જણાવશે. સામાન્ય રીતે ગળ્યા પુડલા ઓછા લોકોને ભાવતા હોય છે. પરંતુ નાના બાળકોને આ ગળ્યા પુડલા બહુ ભાવે છે. તો ચાલો બનાવીએ ગળ્યા પુડલા.
ગળ્યા પુડલા બનાવવાની સામગ્રી
- ઘઉંનો લોટ,
- તેલ,
- વરિયાળી,
- એલચી,
- ખાંડ,
- પાણી,
- ગોળ,
- તલ,
- ઘી.
ગળ્યા પુડલા બનાવવાની રીત
સ્ટેપ- 1
સૌ પ્રથમ એક પેનમાં એક કપ પાણી અને એક કપ ગોળ ઓગાળી લો.
સ્ટેપ- 2
હવે એક બાઉલમાં એક કપ ઘઉંનો લોટ,વરિયાળી,એલચી,ખાંડ ઉમેરીને મિક્સ કરી લો.
સ્ટેપ- 3
હવે ઓગાળેલ ગોળનું પાણી ઉમેરીને બેટર બનાવી લો.
સ્ટેપ- 4
હવે એક તવો ગરમ કરી તેના પર આ બેટર રેડો અને ગોળ આકારમાં ફેલાવીને ઉપર તલ છાંટો.
સ્ટેપ- 5
હવે પુડલાની કિનારી પર તેલ કે ઘી લગાવીને બને બાજુ સારી રીતે પકાવી લો. તૈયાર છે ઘઉંના લોટના ગળ્યા પુડલા, તમે સર્વ કરી શકો છો.