IPL 2024ની છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે થવાનો હતો, પરંતુ વરસાદના કારણે આ મેચ રમાઈ શકી ન હતી. આ મેચ રદ્દ થતાં બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો. જેની સાથે પ્લેઓફની ટોપ 4 ટીમો પણ નક્કી થઈ ગઈ હતી. IPL 2024ના પોઈન્ટ ટેબલમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પ્રથમ સ્થાને છે. KKRની છેલ્લી બે મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. આ સાથે KKR એ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આમ કરનાર તે પ્રથમ ટીમ બની ગઈ છે.
KKR એ શાનદાર રેકોર્ડ બનાવ્યો
પોઈન્ટ ટેબલ પર કોલકાતા નાઈટ રાઈડર્સના 20 પોઈન્ટ છે. અન્ય કોઈ ટીમ પાસે આટલા પોઈન્ટ નથી. નેટ રન રેટના મામલે પણ તેની ટીમ ઘણી આગળ છે. તેણે +1.428 ના પ્રભાવશાળી નેટ રન રેટ સાથે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. તમને જણાવી દઈએ કે આઈપીએલ ઈતિહાસમાં આ સર્વશ્રેષ્ઠ નેટ રન રેટ છે. અત્યાર સુધી, લીગ તબક્કાના અંત પછી કોઈપણ ટીમનો નેટ રન રેટ એટલો સારો રહ્યો નથી. અગાઉ, મુંબઈ ઈન્ડિયન્સની ટીમે +1.107ના નેટ રન રેટ સાથે વર્ષ 2020નો લીગ સ્ટેજ પૂરો કર્યો હતો.
IPL ઇતિહાસમાં ટોચના 5 શ્રેષ્ઠ નેટ રન રેટ
- કોલકાતા નાઈટ રાઈડર્સ – 2024 માં +1.428
- મુંબઈ ઈન્ડિયન્સ – 2020 માં +1.107
- મુંબઈ ઈન્ડિયન્સ – 2010 માં +1.084
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – 2015 માં +1.037
- કિંગ્સ ઇલેવન પંજાબ – 2014માં +0.968
આ ચારેય ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ હતી
કોલકાતા નાઈટ રાઈઝર્સ ઉપરાંત, જે ચાર ટીમો IPL 2024 પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે તેમાં રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સમાવેશ થાય છે. આ સિઝનમાં આ ચારેય ટીમોનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું હતું. KKR ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ બીજા સ્થાને છે. રાજસ્થાન રોયલ્સ ત્રીજા સ્થાને અને RCB ચોથા સ્થાને છે. IPL 2024ની એલિમિનેટર મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. પ્રથમ ક્વોલિફાયર મેચ કોલકાતા નાઈટ રાઈઝર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાવાની છે.