બ્રેડ જામ સ્વાદિષ્ટ અને ઝટપટ તૈયાર થઈ જતો નાસ્તો હોય છે. બાળકો હોય કે મોટેરા, તેનો સ્વાદ દરેકને પસંદ આવે છે. આવી સ્થિતિમાં તમે જામને બહારથી ખરીદવાને બદલે ઘરે જ સરળતાથી તૈયાર કરી શકો છે. જામને અનેક ફ્લેવરમાં બનાવી શકાય છે, આજે અમે તમને મેંગો જામ બનાવવાની રેસિપી જણાવીશું. જેને ફોલો કરીને તમે સરળતાથી મેંગો જામ બનાવી શકો છો. આ જામની ખાસ વાત તો એ છે કે તેને લાંબા સમય સુધી કંઈ થતું નથી. એટલે કે તેને લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકાય છે. તો ચાલો જાણી લો આ રેસિપી…
મેંગો જામ બનાવવા માટે સામગ્રી
- 1 કપ કાચી કેરી
- 3 કપ પાકી કેરી
- 1/2 કપ દળેલી ખાંડ
- 1 ચમચી વરિયાળી
- 4થી 5 નાની એલચી
બનાવવાની રીત
- મેંગો જામ બનાવવા માટે સૌથી પહેલા 1 કપ કાચી કેરીની સાથે ત્રણ ગણી માત્રામાં પાકી કેરીને બ્લેન્ડરમાં નાખીને પીસી લો.
- આ પછી તેમાં ખાંડ, વરિયાળી અને નાની એલચીનો પાવડર નાખીને પીસી લો.
- આ પછી તૈયાર કરેલી પ્યુરીને એક પેનમાં કાઢી લો અને તેને મધ્યમ તાપ પર 15થી 20 મિનિટ સુધી પકાવો. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
- ખાસ ધ્યાન રાખો કે પ્યુરી ઘટ્ટ થાય ત્યાં સુધી તેને પકાવાની છે. હવે તૈયાર કરેલી પ્યુરીને ઠંડી કર્યા બાદ કાચની બોટલમાં ભરી લો.
- તૈયાર છે તમારો ટેસ્ટી મેંગોનો જામ. તમે આ જામને પરાઠા, ટોસ્ટ અને કસ્ટર્ડમાં લગાવીને ખાઈ શકો છો.