ચાના શોખીનોની દુનિયાભરમાં કોઇ કમી નથી. આ ડ્રિંકને લઇને કેટલાંક લોકોની દિવાનગી એટલી હદ સુધી હોય છે કે તે દિવસમાં ગમે તેટલા કપ ચા પી શકે છે અને તેની ગણતરી પણ કરતા નથી. શું તમે તે વાત પર ક્યારેય ધ્યાન આપ્યું છે કે, ભારતના શહેરોથી ગામડા સુધી ફેમસ ચા કે ચાય આખરે કઇ ભાષા નો શબ્દ છે?
એક કપ ચાની ફ્રેશનેસનો મુકાબલો કોઇપણ ડ્રિંક ન કરી શકે. ભારતમાં ચાને લાવવાનો શ્રેય ભલે અંગ્રેજોને જાય, પરંતુ ભારતીયોની લાઇફસ્ટાઇલમાં તે એ રીતે ભળી ગઇ છે કે તેને કોઇ અલગ ન કરી શકે. ચા વિના તો ઘણા લોકોનો દિવસ પણ શરૂ નથી થતો.
હિન્દી ભાષામાં તો ઘણા એવા શબ્દ છે, જેના વિશે આપણે નથી જાણતા કે તે અન્ય ભાષાઓમાંથી લેવામાં આવ્યો છે. તેમાંથી કેટલાંક સામાન અને કેટલીક ખાવા-પીવાની વસ્તુઓ પણ છે, જેને આપણે એવી જ રીતે ઉપયોગમાં લઇએ છીએ. તેમાંથી એક શબ્દ છે- ચા, જેની ઉત્પત્તિ વિશે ઓછા લોકો જાણે છે.
મોટાભાગના લોકોને લાગે છે કે ચાનો આવિષ્કાર ભારતમાં જ થયો છે. જો કે એવું બિલકુલ નથી. ‘ચા’ અને ‘ટી’ બંને શબ્દ આ ખાસ પીણાને ડિફાઇન કરે છે. આ બંને શબ્દ એક જ ભાષામાંથી આવે છે, જેને દુનિયાભરમાં આ પોપ્યુલર ડ્રિંક માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
હવે મુદ્દો એ છે કે અસલમાં આ કઇ ભાષાનો શબ્દ છે. તે મૂળ રૂપે ચીનમાં બોલાતી મંડેરિયન ભાષાનો શબ્દ છે. તેને ચીનમાં “cha (茶)” કહેવામાં આવે છે. તે કોરિયા અને જાપાનમાં પણ આ રીતે જ કહેવામાં આવે છે અને જ્યાં પણ આ શબ્દ પહોંચ્યો, તેને ચા જ કહેવામાં આવ્યો.
ચાને પારસીમાં “Chaye” કહેવામાં આવે છે, જે ઉર્દૂમાં ચાય બની ગયો. અરબીમાં ‘Shay’, રશિયનમાં “Chay”, સ્વાહિલી ભાષામાં તેને ‘Chai’ કહેવાય છે. આ જ રીતે Tea ને પણ અલગ-અલગ ભાષાઓમાં અલગ-અલગ નામે બોલવામાં આવે છે.
રસપ્રદ વાત એ છે કે અંગ્રેજીનો ટી શબ્દ પણ ચીનમાંથી જ આવ્યો છે. ખરેખર ચીનના એક વિસ્તારમાં મિન નાન ભાષા બોલવામાં આવે છે, જ્યાં ‘茶’નું ઉચ્ચારણ ’te’ થાય છે. અહીં વેપાર માટે આવતા લોકો તેને ટી બોલવા લાગ્યા અને તે બાકી જગ્યાઓ પર પણ ટી બોલવામાં આવ્યો.
હવે વાત કરીએ કે તેને હિન્દીમાં શું કહેવાય? તો જવાબ એ છે કે ચાને હિન્દીમાં ‘દુગ્ધ જલ મિશ્રિત શર્કરા યુક્ત પર્વતીય બૂટી’ કહેવામાં આવે છે. તેને સંસ્કૃતનિષ્ઠ હિન્દીમાં ઉષ્ણોદક પણ કહી શકાય છે.