સાબુદાણાનું સેવન આપણે સામાન્ય રીતે વ્રત દરમિયાન કરીએ છીએ, પરંતુ તમે તેને દરરોજની ડાયટમાં પણ સામેલ કરી શકો છો. તેને ખાવાતી સ્વાસ્થ્યને અનેક લાભ મળે છે. તે ઉનાળાની ગરમીના હિસાબે ખૂબ જ હળવું ભોજન છે. જે લોકોને પેટની સમસ્યા રહે છે, તેઓના માટે પણ સાબુદાણાનું સેવન સારું ગણાય છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) અનુસાર, સાબુદાણા દેખાવમાં નાના સફેદ મોતીની માફક દેખાય છે, જે પકાવ્યા બાદ પારદર્શી બની જાય છે. તેમાં પ્રચૂર માત્રામાં કાર્બ્સ અને અનેક પોષક તત્વો રહેલા છે.
પેટની સમસ્યામાં રાહત
સાબુદાણા ખાવાથી પાચનતંત્રને ફાયદો મળે છે, તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર રહેલું છે ઉપરાંત પાચનમાં પણ હળવા હોય છે. તે પેટને લગતી સમસ્યાઓ જેમ કે, સોજા, કબજિયાત, ગેસ, અપચો અને આતરડાંની સમસ્યાઓને દૂર કરે છે…
સાબુદાણાની ખીચડીના ફાયદા
ઉનાળામાં લાઇટ અને પૌષ્ટિક ભોજન છે સાબુદાણા, તમે તેને ખીચડી બનાવી અથવા તેના લોટની રોટલી બનાવીને ખાઇ શકો છો. તમે ઓઇલ અથવા તેલ વગર સાબુદાણાની ટિક્કી પણ બનાવીને ખાઇ શકો છો. સાબુદાણાની ખીચડી પેટ માટે વધુ લાભદાયક હોય છે. તેમાં અમુક પ્રકારની શાકભાજી પણ એડ કરી શકો છો જેથી તે વધુ પૌષ્ટિક બની જાય.
ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત
સાબુદાણામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જે ઉર્જાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. ઉપરાંત આ પ્રકારનું હળવું ભોજન માત્ર પાચન માટે જ સારું છે એવું નથી, તે શરીરને તાકાત આપે છે અને કમજોરી પણ દૂર કરે છે. સાબુદાણામાં અનેક પ્રકારના વિટામિન્સ, ખાસ કરીને વિટામિન બી, ફોલેટ, ફાઇબર, ઝિંક, પ્રોટીન અને આયર્ન જેવા પોષકતત્વો રહેલા છે.
નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં, વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.