હિન્દૂ ધર્મ અનુસાર, આપણા ઘરે રહેલા મંદિરમાં સવારે અને સાંજે ભગવાનની પૂજા કરવામાં આવે છે. જેનાથી ભગવાનની કૃપા જળવાઈ રહે છે અને ઘરમાં શાંતિપૂર્ણ માહોલ રહે છે. જો શ્રદ્ધા પૂર્વક ભગવાનની પૂજા કરવામાં આવે તો સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્યમાં વધારો થાય છે. જેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે. મોટાભાગના ઘરોમાં લાકડાના મંદિર હોય છે. જો તમે પણ તમારા ઘરમાં લાકડાનું મંદિર લાવવાનું વિચારી રહ્યા છો, તો તમારે વાસ્તુના કેટલાક નિયમો જાણી લેવા જોઈએ. જેનાથી શુભ ફળની પ્રાપ્તિ થઇ શકે. ત્યારે આ અંગે ભોપાલના જ્યોતિષી અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા અહીં જાણકારી આપી રહ્યા છે.
કયા લાકડાનું મંદિર બનાવડાવવું જોઈએ?
જો લાકડાનું મંદિર લાવવું હોય કે બનાવડાવવું હોય, તો સાગ કે સીસમના લાકડાનું જ મંદિર બનાવડાવવું જોઈએ. આ લાકડાનું મંદિર હોવું શુભ માનવામાં આવે છે. સાથે જ લાકડામાં ઉધઈ ન લાગી હોય તે વાતનું ધ્યાન રાખો, કારણ કે લાકડામાં ઉધઈ લાગવીએ દરિદ્રતાનું કારણ માનવામાં આવે છે. તેમજ તેને નકારાત્મકતાનું નિશાન માનવામાં આવે છે.
કઈ દિશામાં રાખવું જોઈએ મંદિર?
મંદિરની દિશા અંગે ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. તમે મંદિરને ઉત્તર દિશા તરફ રાખી શકો છો. સાથે જ મંદિરને સ્થાપિત કરવા માટે પૂર્વ દિશા પણ યોગ્ય માનવામાં આવે છે.
સાફ-સફાઈનું રાખો ધ્યાન
મંદિરને સ્થાપિત કરતા પહેલા સાફ સફાઈનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ ઉપરાંત મંદિરની સ્થાપના કરવાની હોય તે જગ્યાએ ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ, જેથી શુદ્ધતા યથાવત રહે.
મંદિરની સ્થાપના કરતા પહેલાં કપડું પાથરો
ભગવાનની મૂર્તિઓને મંદિરમાં સ્થાપિત કરતા પહેલા લાલ કે પીળા રંગનું કપડું પાથરો. આવું કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમારી પર તેમની કૃપા જળવાઈ રહે છે.
યોગ્ય દિવસ અને મુહૂર્ત
મંદિરની સ્થાપના કરવા માટે યોગ્ય દિવસ અને યોગ્ય મહુર્ત પસંદ કરો. તમે મંદિરની સ્થાપના કરવા માટે તમે સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવારના દિવસે સ્થાપના કરી શકો છો. આ દિવસો શુભ માનવામાં આવે છે.
દીવાલ પર ન લટકાવો મંદિર
સામાન્ય રીતે ઘરમાં જગ્યાની ઓછી હોવાથી કેટલાક લોકો ઘરની દિવાલ પર લાકડાનું મંદિર લટકાવી દે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર, મંદિરને દિવાલ પર લટકાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થતી નથી. જેથી લાકડાના મંદિરને દિવાલ પર લટકાવવાના બદલે સુરક્ષિત જગ્યાએ રાખો. જો તમારા ઘરમાં જગ્યાની સમસ્યા છે તો નાનું મંદિર રાખો, પરંતુ તેને જમીન પર સ્થાન આપો.