કાળઝાળ ગરમીમાં DGVCL દ્વારા વીજકાપ આપવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. છેલ્લા 10 દિવસથી બપોરે બેથી ત્રણ કલાક વીજકાપ આપતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ સામે સ્થાનિકો રોષે ભરાયા હતા.
દિવસ સાથે રાત્રીના સમયે પણ વીજકાપ આપતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. DGVCL ઓફિસે ફોન કરે તો કર્મચારીઓ ફોન ના ઉપાડતા હોવાનો સ્થાનિકો આક્ષેપ સાથે કચેરીએ ધસી ગયા હતા.અમરોલી અને કાપોદ્રાના સ્થાનિકો રોષે ભરાઈ DGVCL ઓફિસે પહોંચ્યા હતા.
સ્થાનિકો કચેરીએ કર્મચારીઓને રજૂઆત કરવા જતા કર્મચારીઓ રવાના થઈ ગયા હતા. મામલો એટલો ઉગ્ર બન્યો કે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. સ્થાનિકોના રોષ અને વિરોધનો વીડિયોઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.