વેજિટેરિયન લોકોનું મનપસંદ શાક પનીર જ હોય છે. પરંતુ જો તમે ડિનરમાં પનીર સિવાય કંઈક સ્પેશિયલ બનાવવા માંગો છો તો આ લીલા મગનું શાક તમને ચોક્કસ પસંદ આવશે. પ્રોટીનથી ભરપૂર લીલા મગમાંથી બનાવેલું આ શાક ખાધા પછી દરેક વ્યક્તિઓ પોતાની આંગળીઓ ચાટતા રહી જશે. તો ચાલો જાણીએ કેવી રીતે બનાવવું ટેસ્ટી અને હેલ્ધી લીલા મગનું શાક.
સામગ્રી
- એક કપ લીલી મગની દાળ
- બે ટામેટાં બારીક સમારેલા
- એક ચમચી આદુની પેસ્ટ
- દેશી ઘી
- મીઠું
- જીરું
- 1/4 ચમચી રાઈ
- હીંગ
- ધાણાજીરું પાવડર
- લીલા મરચા બારીક સમારેલા
- હળદર પાવડર
- 1/2 ચમચી છોલે મસાલો
- આમચૂર પાવડર
- લાલમરચું પાવડર
- ગરમ મસાલો
બનાવવાની રીત
- સૌથી પહેલા મગને સારી રીતે ધોઈને અડધા કલાક માટે પલાળીને રાખી દો.
- પછી કૂકરમાં માત્ર એક સીટી વાગે ત્યાં સુધી રાંધો. રાંધતી વખતે તેમાં મીઠું અને હળદર નાખી દો.
- પછી તેની હવા કાઢી નાખો જેથી તે વધુ રંધાઈ ન જાય.
- હવે કડાઈમાં દેશી ઘી નાખો અને જીરું તતડાવો.
- જીરાની સાથે હિંગ અને આદુની પેસ્ટ પણ નાખી દો. ધીમી આંચ પર ફ્રાય કરો પછી તેમાં બારીક સમારેલા ટામેટાં ઉમેરી દો.
- ટામેટાંને પકાવો અને તેની સાથે મસાલા ઉમેરી દો. સાથે મીઠું, આમચૂર પાવડર, ધાણાજીરું પાવડર નાખીને હલાવો અને પછી લીલા
- મગને તેમાં જ નાખી દો.
- બરાબર હલાવો અને ગેસની આંચને બંધ કરી દો. તૈયાર છે મગનું શાક.
- તેને રોટલી અથવા પરોંઠા સાથે પણ સર્વ કરી શકાય છે.