Google for India Eventમાં ગૂગલે કેટલાક મહત્વપૂર્ણ અપડેટ વિશે માહિતી આપી છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. આ ઈવેન્ટમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા.ઈવેન્ટ દરમિયાન Google એ માત્ર ભારતમાં Google Pixel સ્માર્ટફોનના ઉત્પાદન વિશે જ વાત કરી ન હતી, પરંતુ લોકોને ઑનલાઇન છેતરપિંડીથી બચાવવા માટે નવી પહેલ DigiKavachની પણ જાહેરાત કરી હતી.
Googleનું આ Digi Kavach ભારતમાં નાણાકીય છેતરપિંડી શોધવા અને તેનો સામનો કરવા માટે કામ કરશે. આ કામ માટે ગૂગલે ફિનટેક એસોસિએશન ફોર કન્ઝ્યુમર એમ્પાવરમેન્ટ સાથે હાથ મિલાવ્યા છે. તમને જણાવી દઈએ કે AI અને મશીન લર્નિંગની મદદથી ડિજી કવચ છેતરપિંડી કરનારાઓ પર હંમેશા નજર રાખશે અને લોકોને આ અંગે ચેતવણી આપવાનું પણ કામ કરશે.
એકંદરે Googleનું આ સુરક્ષા કવચ તમને અને તમારા પૈસાને ઓનલાઈન છેતરપિંડી કરતા લોકોથી બચાવવા માટે બનાવવામાં આવ્યું છે. ભારતમાં ડિજિટલ પેમેન્ટ સંબંધિત ઓનલાઈન કૌભાંડો ઝડપથી વધી રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને ગૂગલે આ ડિજી કવચ લોન્ચ કર્યું છે.
તે કેવી રીતે કામ કરશે?
ગૂગલનું આ કવચ નાણાકીય કૌભાંડોનો ડેટા એકત્રિત કરશે અને એક મોડેલ તૈયાર કરશે. આ પછી સિસ્ટમ કૌભાંડના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓને ઓળખશે અને જો સમાન કૌભાંડ પકડાશે તો અધિકારીઓને ચેતવણી આપવાનું કામ કરશે. ડિજીકવચ માટે સ્થાનિક પોલીસ અને સાયબર ક્રાઈમ વિભાગના સહયોગથી પણ કામગીરી કરવામાં આવશે.
એપ્લિકેશનો દૂર કરવામાં આવી રહી છે
ગૂગલે કહ્યું કે અમે જાણીએ છીએ કે ઇન્ટરનેટ અને ગૂગલ પ્લે સ્ટોર પર એવી ઘણી એપ્સ છે જે લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહી છે, અમે આવી એપ્સને ઓળખીને તેને દૂર કરવા માટે કામ કરી રહ્યા છીએ