એકલા લોન્ગ ડ્રાઈવ પર ન જાવ
જો તમે એકલા લોન્ગ ડ્રાઈવ પર જાઓ છો તો તમારે આવું ન કરવું જોઈએ. રાત્રે લોન્ગ ડ્રાઈવ પર કોઈની સાથે જ જવાનો પ્રયત્ન કરો. આવું એટલા માટે કારણ કે શિયાળાના દિવસોમાં રાત્રિના સમયમાં તમામ દુકાનો બંધ હોય છે. જો તમે નીકળો છો અને કારમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવે છે, તો તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
મેડિકલ કીટ સાથે રાખો
તમારે તમારી કારમાં મેડિકલ કીટ હંમેશા રાખવી જોઈએ. જો તમે મેડિકલ કીટ નહીં રાખો તો તમને તકલીફ પડી શકે છે. ધુમ્મસના કારણે ઘણી વખત કારનો અકસ્માત થઈ જાય છે. આવી સ્થિતિમાં કારમાં તમામ જરૂરી વસ્તુઓ હાજર હોય, તો તમારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
ખાવા–પીવાની વસ્તુઓ સાથે રાખો
ઠંડીના દિવસોમાં લોન્ગ ડ્રાઈવ પર જતા પહેલા તમારે તમારી સાથે ખાવાની વસ્તુઓ અને પાણી લઈને જવું જોઈએ. કારણ કે ઠંડીના દિવસોમાં મોટાભાગની ખાણીપીણીની દુકાનો વહેલા બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં જો દુકાનો બંધ પણ હશે તો પણ તમને કોઈ તકલીફ નહીં પડે.
કારની સર્વિસ કરાવી લો
લોન્ગ ડ્રાઈવ પર જતાં પહેલા તમારે તમારી કારની સર્વિસ કરાવી લેવી જોઈએ. કારની સારી સ્થિતિમાં હોય તો જ તમારે શિયાળાના દિવસોમાં લોન્ગ ડ્રાઈવ પર જવું જોઈએ. કારની સર્વિસની સાથે-સાથે કારની સફાઈ પણ કરાવી લો. તેનાથી કારમાં પણ કોઈ પ્રકારની સમસ્યા નહીં થાય.