આજે અમે તમને એક એવી ટ્યુબ લાઈટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વિજળી ગયા બાદ પણ ચાલશે. અમે વાત કરી રહ્યા છીએ રિચાર્જેબલ ટ્યૂબ લાઈટ વિશે. આ ટ્યુબ લાઈટ્સ વિજળી ગયા બાદ પણ ચાલી શકશે. તેને ઈમરજન્સી લાઈટ્સ પણ કહી શકાય.
ઈનવર્ટરની જરૂર નહીં
ઘરમાં લાઈટ ગયા બાદ એંધારૂ ન થાય તેના માટે ઘણા લોકો મોંઘા ઈનવર્ટરનું સેટઅપ લગાવે છે. રિચાર્જેબલ ટ્યુબ લાઈટનો ઉપયોગ કરીવાથી તમારે ઈનવર્ટરની જરૂર નહીં પડે.
ક્યાંથી ખરીદશો આ લાઈટ?
બજારમાં રિચાર્જેબલ ટ્યૂબ લાઈટને Rechargeable Emergency Inverter LED Lightના નામથી સર્ચ કરી શકાય છે. તેને ફ્લિપકાર્ટ અને એમેઝોનથી ખરીદી શકાશે. સ્થાનીક માર્કેટમાં પણ આ અવેલેબલ છે.
શું છે કિંમત?
રિચાર્જેબલ ટ્યુબ લાઈટ્સ અથવા Beamerને 699 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ખરીદી શકાય છે. જોકે ફિલિપ્સ બ્રાન્ડના પ્રોડક્ટ માટે 849 રૂપિયા ખર્ચ કરવાના રહેશે.
કેટલો છે ચાર્જિંગ ટાઈમ?
ઈકોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર PHILIPS T Beamer 20w Rechargeable લાઈટ્સ હાજર છે. આ લાઈટના ચાર્જિંગનો ટાઈમ 8-10 કલાક છે.
કેટલું છે બેકઅપ?
Amazon પર લિસ્ટેડ ડિટેલ્સ અનુસાર, PHILIPS T Beamer 20w Rechargeable 3 કલાકનું બેકઅપ આપે છે.