ઉત્તરાખંડ દેશનું એક મુખ્ય રાજ્ય હોવાની સાથે-સાથે એક વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ પણ છે. આ સુંદર રાજ્યને દેવોની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તરાખંડ તેની સુંદરતા, મનમોહક દ્રશ્યો, ધાર્મિક સ્થળો અને આકર્ષક સ્થળોને કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
તેથી અહીં દરરોજ હજારોની સંખ્યામાં યાત્રીઓ ફરવા માટે આવતા રહે છે. ઉત્તરાખંડ જે રીતે વાદળોથી ઢંકાયેલા ઊંચા પર્વતો, ગાઢ જંગલો અને મોટા-મોટા વૃક્ષો માટે પ્રખ્યાત છે, તેવી જ રીતે તે કેટલાક અદભૂત અને સુંદર વોટરફોલ માટે પણ જાણીતું છે. આ આર્ટિકલમાં અમે તમને ઉત્તરાખંડના નૈનીતાલની નજીક આવેલા કેટલાક સુંદર વોટરફોલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમે પણ મજા માણી શકો છો.
કોર્બેટ ફોલ્સ
જો તમે નૈનીતાલની નજીક એક ખૂબ જ સુંદર વોટરફોલને જોવા માંગો છો, તો તમારે કોર્બેટ ફોલ્સ જરુર જવું જોઈએ. તે નૈનીતાલથી લગભગ 25 કિલોમીટર દૂર રામનગરના માર્ગ પર કાલાધુંગી શહેરની નજીક આવેલો છે. તે પ્રસિદ્ધ કોર્બેટ નેશનલ પાર્કની પણ નજીક છે, તેથી તેનું નામ કોર્બેટ ફોલ્સ પડ્યું.
આ વોટરફોલ લગભગ 20 મીટરની ઉંચાઈએથી નીચે પડે છે. આ એક એવી જગ્યા છે, જ્યાં તમે એકલા ફરવા જઈ શકો છો અથવા મિત્રો કે પરિવારની સાથે પિકનિકનો પણ આનંદ માણી શકો છો. વોટરફોલની આસપાસ તમે પક્ષીઓ અને નાના પ્રાણીઓને પણ જોઈ શકો છો. જોકે, તમે અહીં ગમે ત્યારે જઈ શકો છો, પરંતુ જુલાઈથી સપ્ટેમ્બર સુધી ચોમાસા દરમિયાન અહીં ફરવા જવું બેસ્ટ રહે છે, જ્યારે પાણીનો પ્રવાહ તેની ટોચ પર હોય છે.
રુદ્રાધારી વોટરફોલ
આ વોટરફોલ કૌસાનીની પાસે આવેલો છે, જે નૈનીતાલથી લગભગ 95 કિમીના અંતરે છે. આ વોટરફોલ ખાતે સીડીયો વાળા ખેતરો અને ગાઢ જંગલોમાંથી થઈને લગભગ 2 કિમીની મધ્યમ ટ્રેકિંગ દ્વારા પહોંચી શકાય છે. આ વોટરફોલની નજીક પ્રાચીન ગુફાઓ છે, જે તેના આકર્ષણને વધારે છે. જ્યારે તમે અહીં જાવ, ત્યારે ટ્રેકિંગ કરવાથી લઈને આ પ્રાચીન ગુફાઓને એક્સપ્લોર કરવાનું ન ભૂલતા.
સરિયાતાલ વોટરફોલ
નૈનીતાલની નજીક સરિયાતાલ વોટરફોલને પણ એક્સપ્લોર કરવો એક સારો આઈડિયા છે. તે કાલાઢુંગી રોડ પર નૈનીતાલથી લગભગ 10 કિમીના અંતરે આવેલો છે. આ સરિયાતાલ તળાવની પાસે આવેલો એક નાનો પણ સુંદર વોટરફોલ છે. આ વિસ્તારમાં એક સુંદર પાર્ક અને બોટેનિકલ ગાર્ડન પણ છે. વોટરફોલમાં મજા માણવા ઉપરાંત તમે અહીં આરામથી ફરી પણ શકો છો, બોટેનિકલ ગાર્ડનને એક્સપ્લોર કરી શકો છો અને ફોટોગ્રાફીનો આનંદ પણ માણી શકો છો.
વોટરફોલ
આ વોટરફોલ ભીમતાલ પાસે આવેલો છે અને નૈનીતાલથી લગભગ 24 કિમીના અંતરે આવેલો છે. જોકે, આ વોટરફોલ વધારે લોકપ્રિય પર્યટન સ્થળ નથી. આવી સ્થિતિમાં જ્યારે તમે અહીં આવો ત્યારે તમને શાંતિનો અહેસાસ થાય છે. જો તમે આ વોટરફોલને એક્સપ્લોર કરવા માંગો છો તો તમારે એક નાના ટ્રેકિંગની જરૂર પડે છે. તમે અહીં પિકનિક કરવાથી લઈને ટ્રેકિંગ કરી શકો છો અને પ્રકૃતિમાં આરામ કરી શકો છો.