ઓટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામિન્સ, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર ઓટ્સ વજન ઘટાડવા, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક છે. સવારના સમયે ઓટ્સનો નાસ્તો કરવો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી તમે દિવસભર એનર્જેટિક રહેશો. ત્યારે જાણો ઓટ્સ ખાવાના ફાયદા.
નાસ્તામાં ઓટ્સ ખાવાના ફાયદા
ઓટ્સમાં વિટામિન બી, વિટામિન ઇ, પ્રોટીન, મેંગેનીઝ, ઝીંક, કેલ્શિયમ અને આયર્ન સારી માત્રામાં જોવા મળે છે. ઓટ્સ વજન ઘટાડવાની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. નાસ્તામાં ઓટ્સનું સેવન કરવાથી શરીર તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ સારી રીતે શોષી લે છે. નાસ્તામાં ઓટ્સ ખાવાથી શરીરને એનર્જી મળે છે.
હૃદય સ્વસ્થ રહે છે
નાસ્તામાં ઓટ્સ ખાવાથી હૃદય હંમેશા સ્વસ્થ રહે છે. ઓટ્સ ખાવાથી શરીરમાં જમા થયેલું બેડ કોલેસ્ટ્રોલ ધીમે ધીમે ઓછું થાય છે. તેમાં હાજર ઓમેગા-3 એસિડ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે.
ડાયાબિટીસ માટે ઓટ્સ
ઓટ્સમાં ઝિંક, મેંગેનીઝ, પ્રોટીન હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓને સ્વસ્થ રાખે છે. ઓટ્સમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. ઓટ્સ લોહીમાં શર્કરાના લેવલને ઘટાડવામાં અસરકારક છે. આ સાથે જ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ ઘટાડવામાં મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે ઓટ્સ
નાસ્તામાં ઓટ્સનું સેવન કરીને રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે. ઓટ્સ વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીનથી ભરપૂર હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ઓટ્સમાં બીટા-ગ્લુકોઝ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
વજન ઘટાડવામાં ફાયદાકારક ઓટ્સ
નાસ્તામાં ઓટ્સ ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે. ઓટ્સમાં ફાઈબર વધુ હોય છે, જેના કારણે પેટ ભરેલું રહે છે અને જલ્દી ભૂખ લાગતી નથી.
ઊર્જા માટે ઓટ્સts
નાસ્તામાં ઓટ્સનું સેવન તમને દિવસભર ઉર્જાવાન રાખશે. ઓટ્સમાં વિટામિન બી કોમ્પ્લેક્સ, કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે, જે શરીરને એનર્જેટિક રાખે છે. ઓટ્સનું સેવન કર્યા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
કબજિયાત દૂર કરે છે ઓટ્સ
નાસ્તામાં ઓટ્સ ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. ઓટ્સના સેવનથી ગેસ થતી નથી અને કબજિયાતમાં પણ રાહત મળે છે. ઓટ્સમાં મળી આવતા ફાઈબર પેટને સાફ રાખે છે અને આંતરડા સાફ કરે છે.