લારી પર મળતા મસાલા પાવ ઘણા લોકોએ ખાધા હશે. એ મસાલા પાવનો ટેસ્ટ પણ દાઢે વળગે તેવો હોય છે. આજે આપણે લારી જેવા મસાલા પાવ ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી જોઈશું.
મસાલા પાવ બનાવવા માટેની સામગ્રી
- પાવભાજીના પાવ
- લસણ
- આદુ
- લીલું મરચુ
- ડુંગળી
- બટર
- મીઠું
- ટામેટા
- પાવભાજી મસાલો
- લાલ મરચું પાડવર
- કસુરી મેથી
મસાલા પાવ બનાવવાની રીત
- પેન પર બટર લગાવી ગરમ કરો. પછ તેમા અડધી ચમચી જીરું ઉમેરો.
- પછી સમારેલું લસણ, સમારેલું આદુ, સમારેલું મરચું ઉમેરી મિક્સ કરો. થોડીવાર સાતળો.
- પછી તેમા નાની સમારેલી ડુંગળી ઉમેરી બે મિનિટ સાતળો.
- હવે તેમા સમારેલા બે ટામેટા ઉમેરો અને સાતળો. પછી સ્વાદ મુજબ મીઠું મિક્સ કરો. પછી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાતળો.
- પછી કેપ્સિકમ ઉમેરી તેને સાતળો. હવે તેમા પાવભાજી મસાલો, કાશ્મીરી લાલ મરચુ પાવડર, કસુરી મેથી ઉમેરી મિક્સ કરો.
- હવેતેમા થોડું પાણી ઉમેરી મિક્સ કરો. હવે વાટકીની મદદથી મસાલાને ક્રશ કરી લો.
- પછી તેમા લીંબુ રસ અને કોથમરી ઉમેરી મિક્સ કરો.
- હવે પેનમાં એકબાજુ મસાલો લઈ લો અને બીજા ભાગમાં થોડું બટર ઉમેરી તેના પર પાવભાજીના પાવ વચ્ચે કાપો મારી સેકી લો.
- પછી આ મસાલો આ પાવ ઉમેરો. અને તેમા સમારેલી ડુંગળી અને કોથમરી ઉમેરી દો. તૈયાર છે તમારા મસાલા પાવ.