Today Gujarati News (Desk)
મણિપુરમાં ક્યારેક જાતિ હિંસા તો ક્યારેક હિંસક પ્રદર્શન, ભાજપે આ બધી સ્થિતિ માટે વિદેશી આતંકવાદી જૂથોને જવાબદાર ઠેરવ્યા છે. મણિપુરના બીજેપી ધારાસભ્ય આરકે ઈમો સિંહે રાજ્યમાં ઉથલપાથલની સ્થિતિ માટે અને બાકીના દેશને ખરાબ છબી બતાવવા માટે આતંકવાદી જૂથોને જવાબદાર ઠેરવ્યા છે.
મંગળવારે મણિપુરના બીજેપી ધારાસભ્ય આરકે ઈમો સિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આ વાત કહી છે. તેમણે પત્ર દ્વારા કહ્યું કે, દેશમાં આતંક ફેલાવવા અને અલગતાવાદી એજન્ડાનો પ્રચાર કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આમાં સંડોવાયેલા તમામ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
તેમણે મિઝોરમ સરકારને મ્યાનમારથી ગેરકાયદેસર વસાહતીઓના બાયોમેટ્રિક ડેટાના સંગ્રહને રદ કરવાના ઇનકારને ગંભીરતાથી લેવા વિનંતી પણ કરી હતી. ધારાસભ્ય આરે ઇમો સિંઘ માને છે કે આ વિસ્તારની સમગ્ર વસ્તીને બદલી શકે છે. તેણે ભારત-મ્યાનમાર બોર્ડર પર ફેન્સીંગ માટે પણ વિનંતી કરી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાનને લખેલા પત્રમાં, મણિપુરના ભાજપના ધારાસભ્યએ બે વિદ્યાર્થીઓની હત્યા અને ચાર આરોપીઓની ધરપકડ માટે CBI તપાસ માટે આભાર વ્યક્ત કર્યો છે.