Today Gujarati News (Desk)
માર્ચ 2023માં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું
સિસ્ટર વેબસાઈટ ઝી બિઝનેસ અનુસાર, નાણા મંત્રાલયે નાની બચત યોજનાઓને પ્રોત્સાહિત કરવા માટે 31 માર્ચ, 2023ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે હવે નાની રોકાણ યોજનાઓમાં આધાર કાર્ડ વગર પણ રોકાણ કરી શકાશે. જો કે, ખાતું ખોલાવ્યાના 6 મહિનાની અંદર સંબંધિત સંસ્થાને પાન અને આધાર કાર્ડ સબમિટ કરવું ફરજિયાત છે.
PAN અને આધારને લિંક કરવું જરૂરી હતું
આ નોટિફિકેશન પછી, જેમણે આ વર્ષે એપ્રિલમાં સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સમાં આધાર કાર્ડ વિના રોકાણ કર્યું હતું તેમની માટે 6 મહિનાનો સમયગાળો હવે 30 સપ્ટેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, જો તમે 30 સપ્ટેમ્બર સુધીમાં બેંક-પોસ્ટ ઓફિસમાં તમારા આધાર અને PANને લિંક નહીં કરો, તો તમારા બચત ખાતાઓ ફ્રીઝ થઈ શકે છે.
એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે
નોટિફિકેશન મુજબ, જો કોઈ વ્યક્તિએ હજુ સુધી UIDAI તરફથી આધાર નંબર મેળવ્યો નથી, તો તે તેના એનરોલમેન્ટ નંબરની ફોટોકોપી પણ સબમિટ કરી શકશે. તે નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે નાની બચત યોજનામાં ખાતું ખોલાવતી વખતે પાન કાર્ડની વિગતો પણ સબમિટ કરવાની રહેશે. જો તે સમયે પાનકાર્ડ ન બને તો ખાતું ખોલ્યાના 2 મહિનાની અંદર તેને જમા કરાવી શકાય છે. આ સમયગાળો પૂરો કરી ચૂકેલા આવા લોકોએ પણ 30 સપ્ટેમ્બર સુધીમાં પોતાને અપડેટ કરાવવાનું રહેશે.