Today Gujarati News (Desk)
ડિગ્રી મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી પર કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને AAP રાજ્યસભાના સભ્ય સંજય સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે.
23 સપ્ટેમ્બરે બંને નેતાઓને અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થવાનું છે. PMની ડિગ્રી મુદ્દે કેજરીવાલ અને સંજય સિંહની અપમાનજનક ટિપ્પણીના સંબંધમાં મેટ્રો કોર્ટે 15 એપ્રિલે સમન્સ જારી કર્યું હતું. 23 મેના રોજ બીજી વખત સમન્સ જારી કરવામાં આવ્યું હતું. બંનેએ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમને કોઈ રાહત મળી ન હતી.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878