Today Gujarati News (Desk)
ભારતમાં ટુ વ્હીલર ગ્રાહકો વધુને વધુ ઈલેક્ટ્રીક તરફ વળી રહ્યા છે, મુખ્યત્વે કારણ કે તે પેટ્રોલ સ્કૂટરની સરખામણીમાં આર્થિક તેમજ ગ્રીન એનર્જી પર આધારિત છે.
iVOOMi S1 240 ઇલેક્ટ્રિક સ્કૂટર 240 કિમી સુધીની પ્રભાવશાળી રેન્જ સાથે આવે છે, જેને તમે એક્સ-શોરૂમ રૂ.1.21 લાખની કિંમતે ખરીદી શકો છો.
રેન્જના સંદર્ભમાં સિમ્પલ એનર્જીનું સિમ્પલ વન ઇલેક્ટ્રિક સ્કૂટર બીજા નંબર પર છે. જેના માટે કંપની 212 કિમી સુધીની રેન્જનો દાવો કરે છે. તમે આ સ્કૂટરને એક્સ-શોરૂમ રૂ. 1.45 લાખની કિંમતે ઘરે લાવી શકો છો.
ત્રીજા નંબર પર, ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી કંપની ઓલાની S1 પ્રો છે, જે 181 કિમી સુધીની રેન્જ આપે છે. આ સ્કૂટર 1.49 લાખ રૂપિયાની કિંમતે વેચાય છે.
Hero Vida V1 ઇલેક્ટ્રિક સ્કૂટર પણ આ લિસ્ટમાં સામેલ છે, જે 165 કિમી સુધીની રેન્જ સાથે ઉપલબ્ધ છે. જેની કિંમત રૂ. 1.45 લાખ એક્સ-શોરૂમ છે.
શ્રેષ્ઠ રેન્જ ઓફર કરતા ઇલેક્ટ્રિક સ્કૂટર્સની યાદીમાં પાંચમું નામ ઓકિનાવા ઓખી 90 સ્કૂટર છે. તેની રાઇડિંગ રેન્જ 160 કિમી સુધીની છે, તેને ખરીદવા માટે તમારે રૂ. 1.90 લાખ એક્સ-શોરૂમ સુધી ચૂકવવા પડશે.