Today Gujarati News (Desk)
WhatsApp તેના યુઝર્સ માટે સમયાંતરે નવા અપડેટ્સ અને ફીચર્સ જાહેર કરતું રહે છે. તાજેતરમાં જ, WhatsAppએ એકાઉન્ટ પ્રોટેક્શન, ડિવાઈસ વેરિફિકેશન અને ઓટોમેટિક સિક્યોરિટી કોડ ફીચર્સ લૉન્ચ કર્યા હતા, જેના પછી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp 2 નવા ફીચર્સ લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.
આ બંને ફીચરની લોન્ચિંગ ડેટ વિશે અત્યારે તો કંઈ કહી શકાય તેમ નથી, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે વોટ્સએપના 2 નવા ફીચર્સ ઈમેલ લિંક અને કોલ નોટિફિકેશન હશે. જો તમે પણ વ્હોટ્સએપ યુઝર છો, તો ચાલો જાણીએ કે આ બંને અપડેટમાં શું ખાસ હશે.
કેવી રીતે હશે વોટ્સએપનું કોલ નોટિફિકેશન ફીચર
WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsApp કોલ નોટિફિકેશન ફીચર માટે નવા ઇન્ટરફેસનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચર વોટ્સએપના બીટા એન્ડ્રોઇડ ટેસ્ટર્સ માટે રજૂ કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે વોટ્સએપના આ ફીચરમાં યુઝર કોલ રીસીવ કરવા કે નહી રીસીવ કરવાના ઓપ્શનને સરળતાથી સમજી શકશે.
ઈમેલ એડ્રેસ સાથે સુરક્ષા સુવિધા
બીટા એન્ડ્રોઇડ ટેસ્ટર્સ માટે WhatsApp પર એક નવું સિક્યોરિટી ફીચર જોવા મળ્યું છે. WABetaInfo દ્વારા જ અન્ય એક રિપોર્ટમાં વોટ્સએપના આ નવા ફીચર વિશે જાણકારી સામે આવી છે. નવા ફીચરમાં યુઝર્સ તેમના વોટ્સએપ એકાઉન્ટને તેમના ઈમેલ એડ્રેસ સાથે સુરક્ષિત રાખી શકશે.
વોટ્સએપ એકાઉન્ટના વેરિફિકેશન માટે યુઝર પાસેથી યુઝરના ઈમેલ એડ્રેસની માહિતી લઈ શકાય છે. જોકે, વોટ્સએપના નવા ફીચર પર હજુ કામ ચાલી રહ્યું છે, તેથી નવા સિક્યોરિટી ફીચર વિશે વધુ માહિતી નથી. વોટ્સએપના બીટા એન્ડ્રોઈડ ટેસ્ટર્સ વોટ્સએપના 2.23.16.15 અપડેટ વર્ઝન સાથે આ નવો ફેરફાર જોઈ શકે છે.