Today Gujarati News (Desk)
ભારતીય ક્રિકેટ ટીમ આજે 5 મેચની T20 સિરીઝની ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે. ભારતીય ટીમ આ શ્રેણીમાં 0-2થી પાછળ છે. ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાને શ્રેણીમાં જીવંત રહેવા માટે કોઈપણ ભોગે જીતની જરૂર છે. બીજી તરફ તમામ ચાહકોની નજર ફરી એકવાર ટીમ ઈન્ડિયાના આ ફોર્મેટના સૌથી મોટા સુપરસ્ટાર સૂર્યકુમાર યાદવ પર ટકેલી છે. આ મેચમાં સૂર્યકુમાર મોટું કારનામું કરીને રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોની બરાબરી કરી શકે છે.
આ રેકોર્ડ સૂર્યકુમારના નિશાના પર છે
સૂર્યકુમાર યાદવ T20 ઈન્ટરનેશનલમાં 100 સિક્સર પૂરી કરનાર ત્રીજા ભારતીય બનવાથી માત્ર ત્રણ સિક્સ દૂર છે. સૂર્યા પહેલા, રોહિત શર્મા અને વિરાટ કોહલી T20 માં 100 સિક્સરનો આંકડો પાર કરનાર અન્ય બે ભારતીય ખેલાડી છે.
આ રેકોર્ડ પાછળ છોડી દેશે
આ સિવાય સૂર્યા આ માઈલસ્ટોન સુધી પહોંચનાર સૌથી ઝડપી ભારતીય બનવાની તૈયારીમાં છે. તેણે અત્યાર સુધી T20I માં માત્ર 48 ઈનિંગ્સ રમી છે અને 44.65ની એવરેજ અને 173.69ની સ્ટ્રાઈક રેટથી 1697 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે પોતાના કરિયરમાં કુલ 97 સિક્સર ફટકારી છે. રોહિત શર્માએ ફેબ્રુઆરી 2019માં ન્યૂઝીલેન્ડ સામે 84 ઇનિંગ્સમાં 100 સિક્સ ફટકારી હતી, જ્યારે કોહલીએ ગયા વર્ષે એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. હાલમાં, રોહિતના નામે T20I માં 182 છગ્ગા છે, જ્યારે કોહલીએ 117 છગ્ગા ફટકાર્યા છે.
સૂર્યની વાત કરીએ તો તે T20I ક્રિકેટમાં 100 સિક્સર મારનાર વિશ્વનો 14મો ક્રિકેટર બનશે. કેએલ રાહુલ 99 સિક્સરના આ રેકોર્ડની ખૂબ જ નજીક છે પરંતુ ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપમાંથી ભારતની સેમિફાઇનલમાંથી બહાર થયા પછી તેણે એક પણ ટી20 મેચ રમી નથી