Today Gujarati News (Desk)
બિહારમાં જાતિ ગણતરી કરવાના નીતિશ સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. પટના હાઈકોર્ટે મંગળવારે જ જાતિ ગણતરીને મંજૂરી આપી હતી. તેની સામે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 4 મેના રોજ પટના હાઈકોર્ટે બિહારમાં જાતિ સર્વેક્ષણ પર કામચલાઉ સ્ટે લગાવી દીધો હતો. ત્યારે રાજ્ય સરકારે કહ્યું હતું કે જાતિ આધારિત ડેટા એકત્ર કરવો એ બંધારણની કલમ 15 અને 16 હેઠળ બંધારણીય આદેશ છે.
આ પછી, 1 ઓગસ્ટના રોજ, હાઇકોર્ટે બિહાર સરકાર દ્વારા કરવામાં આવી રહેલા જાતિ સર્વેક્ષણને માન્ય અને કાયદેસર ગણાવ્યું હતું. કોર્ટે જૂન 2022માં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા જાતિ સર્વેક્ષણ સામે દાખલ કરવામાં આવેલી અરજીઓને પણ ફગાવી દીધી હતી.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878