Today Gujarati News (Desk)
(રીના પરમાર,બનાસકાંઠા)
બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પુનઃ નવીન પશુપાલક હિતલક્ષી નિર્ણય કર્યો છે, અને દુધના ભાવમાં પ્રતિકિલો ફેટે રું,૧૦ / નો વધારો જાહેર કર્યો છે.આ વધારો દૂધ ઉત્પાદકો આર્થિક વિકાસ હાંસલ કરી શકે તે માટે કરાયો હોવાનુ ચેરમેન શંકરભાઈ ચોધરીએ જણાવ્યું હતું.
બનાસ ડેરી, ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા ૧૦ નો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેનો લાભ બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોને ૧૦ જુનથી મળતો થશે. બનાસ ડેરીએ પોતાના પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટ ખરીદ ભાવમાં વધારો કરીને એક મોટી ભેટ આપી છે.
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં પશુપાલકોને આર્થિક રીતે સદ્ધર બનાવવા સમયે સમયે દૂધના ભાવમાં વધારો તેમજ પશુપાલકોના હિતમાં નિર્ણયો કરવામાં આવે છે, જેના કારણે બનાસકાંઠામાં પશુપાલનનું પ્રમાણ વધ્યું છે. દૂધ ઉત્પાદકો દુધના વ્યવસાય થકી આર્થિક વિકાસ હાંસલ કરી શકે તે હેતુથી ૧૦ જુનથી સવારથી દૂધ મંડળીઓને તથા પશુપાલકોને ચુકવાતા દુધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.૧૦ નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય કાંકરેજ ગાયના દુધમાં પ્રતિ લીટરે રૂ. ૨ નો વધારો કરીને પશુપાલન વ્યવસાયમાં કાંકરેજ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. બનાસ ડેરી દ્વારા કાંકરેજ ગાયના સંવર્ધન માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
પહેલા દૂધના પ્રતિ કિલો ફેટ પર રૂ.૭૯૫ ચૂકવવામાં આવતા હતા, પરંતુ હવે રૂ.૧૦ નો વધારો થતાં પશુપાલકોને રૂ.૮૦૫ ચૂકવવામાં આવશે. જ્યારથી શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીનું નેતૃત્વ સંભાળ્યું છે ત્યારથી બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોના હિતમાં કલ્યાણકારી નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી ભાવ વધારો, ભાવફેર અને સતત દૂધના ભાવમાં વધારો કરીને પશુપાલકોને એમની મહેનતના મીઠા ફળ આપી રહ્યાં છે.