Today Gujarati News (Desk)
(રીના પરમાર,પોલિટિકલ બ્યુરો)
ગીતામાં સ્પષ્ટ લખ્યું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે.
એટલુજ નહિ ભગવાન શ્રીકૃષ્ણએ એ પણ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ સાથે ચાલવાથી ન તો સુખ મળે છે અને ન તો લક્ષ્ય પ્રાપ્ત થાય છે, તેથી દરેક માણસે હંમેશા પોતાના કાર્યોમાં વિશ્વાસ રાખવો જોઈએ અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે હંમેશા એકલા ચાલવું જોઈએ અને સિદ્ધિ માટે વિચારવું જોઈએ.
ગીતાજ્ઞાન અટલ અને પૂર્ણ સત્ય છે.આ સત્ય ની રાહ પર નવીન પરિવર્તન સાથે હવે વર્ષ 2024 માં યોજનાર લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત અને બનાસકાંઠા નાં રાજકારણમાં પણ દાયકાઓથી સત્તાવિમુખ રહેલી કોંગ્રેસ નાં ગઢ નાં એક બાદ એક કાંગરા ખરી રહ્યા છે.જેમાં 35 વર્ષથી કોંગ્રેસ સાથે અડીખમ યોદ્ધા રહેલા ગોવાભાઈ દેસાઈ ગીતા જ્ઞાન અનુસાર પરિવર્તન સંસારનો નિયમ છે.તે યુક્તિ આગળ રાખી વિધિસર ભાજપમાં પ્રવેશ મેળવવા તખ્તો તૈયાર કરી ચૂક્યા છે.જોકે સમગ્ર ઉત્તર ગુજરાતના રબારી સમાજમાં આ તેમનું પગલું આવકારદાયક ગણાઈ રહ્યું છે.
મિશન બનાસકાંઠા-ભાજપ લોકસભા ૨૦૨૪
બનાસકાંઠાના દાયકાઓથી કોંગ્રેસના દિગ્ગજ નેતા તેમજ ડીશાના પૂર્વ ધારાસભ્ય એવા કોંગ્રેસના ગોવાભાઇ દેસાઈ,ટુંક સમયમાં કેસરિયો ધારણ કરે તેવા આધારભૂત અહેવાલો મળી રહ્યા છે. 2017 ની ચૂંટણીમાં ભાજપના શશીકાંતભાઈ પંડ્યા સામે કાયમી હાર અને તે બાદ 2022 થી ચૂંટણીમાં તેમના સુપુત્ર સંજયભાઈ દેસાઈની પણ ભાજપના પ્રવીણભાઈ માળી સામે કારમી હાર બાદ ગોવાભાઇ દેસાઈએ લાંબા સમયના વિરોધ પક્ષના નેજા હેઠળ લડાતી લડાઈને વિરામ આપવાનો નિર્ણય કર્યો હોવાનું ના નજીકના સૂત્રો તરફથી જાણવા મળેલ છે.
નદીના ઉલ્ટા પ્રવાહમાં તરાઈ શકાય નહીં, તે યુક્તિ ગોવાભાઇ દેસાઈને મોડે મોડે પણ યાદ આવી હોય, તેવા સંકેતો મળ્યા છે.
અને તે રીતે કોંગ્રેસના બનાસકાંઠા નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા કહેવાતા તેમજ રબારી સમાજના મોટા આગેવાન એવા ગોવાભાઇ દેસાઈ ટૂંક સમયમાં વિધિસર ભાજપનો કેસ ધારણ કરી રહ્યા છે. તેવા અહેવાલો આધારભૂત સૂત્રો દ્વારા મળ્યા છે..
તાજેતરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સભા 2024 થી ચૂંટણીમાં ગુજરાતની 26 તમામ સીટો પર ભાજપના ઉમેદવારોને પાંચ લાખના વધુ મતોની સરસાઈથી જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે હવે આ આત્મવીશ્વાસને ચરીતાર્થ કરવા ભાજપે શામ,દામ,દંડ,ભેદ ની રાજનીતિ સાથે ની રણનીતિ મુજબ વેલ પ્લાન ઓપરેશન શરૂ કર્યું છે. જેમાં વિરોધ પક્ષ કોંગ્રેસના મોટા ગજાના નેતાઓને પાર્ટીમાં સામેલ કરી વિરોધ પક્ષ નામશેષ થઈ જાય તે રીતે રણનીતિ બનાવી, હોવાનો દાવો રાજકીય વિશ્લેષકો કરી રહ્યા છે..
જેની શરૂઆત બનાસકાંઠાથી થઈ છે.સૂત્રોનું માનીએ તો 6 જૂન 2023ના રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવાભાઇ તેમજ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તથા ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન તથા ધાનેરા વિધાયક માવજીભાઈ દેસાઈ સાથે ભાજપના શીર્ષ નેતૃત્વની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્પષ્ટ થયું હતું કે ગોવાભાઇ દેસાઈ ને વિધિ સર સન્માન સાથે ભાજપમાં સામેલ કરવા. જેમાં ગત 6 જૂન 2023 માં ગાંધીનગર ખાતે ગોવાભાઇ તેમજ ભાજપ નેતૃત્વ સાથે સકારાત્મક સફળ બેઠક થઈ છે.તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોનું માનીએ તો ગોવાભાઇ દેસાઈને સન્માન સાથે ભાજપમાં સામેલ કરી,ભાજપ ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન પણ બનાવી શકે છે. હાલમાં જ ડીસા માર્કેટ યાર્ડના 16 ડિરેકટરની ચૂંટણી યોજાઈ હતી. તાજા સ્થિતિમાં માર્કેટ યાર્ડમાં 16 ડિરેક્ટરો છે જેમાં 15 ભાજપના જ્યારે એક ડિરેક્ટર કોંગ્રેસના ગોવાભાઇ છે. જોકે ગોવાભાઇ ભાજપના પ્રવેશ કરે તો ડીસા માર્કેટયાર્ડ ના ચેરમેન તરીકે તેઓને સન્માન સાથે મેન્ડેડ મળી શકે છે. આમ દાયકાઓ સુધી માર્કેટ યાર્ડના ચેરમેન રહેલા ગોવાભાઇ દેસાઈ ની ધમાકેદાર રીતે ભાજપમાં એન્ટ્રી સાથે તેમને ડીસા માર્કેટ યાર્ડ ચેરમેન ની ખુરશી પણ મળી શકે છે.
જ્યારે લોકસભા 2024 બનાસકાંઠા ઓપરેશન અંતર્ગત સૂત્રોનું માનીએ તો , થરાદ પૂર્વ વિધાયક અને કોંગ્રેસના યુવા નેતા ગુલાબસિંહ રાજપુત ને પણ ભાજપમાં સમાવેશ કરવા લોબીગ શરૂ થયું છે. અને બધું સમૂસુતરું પાર પડે તો કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત ભાજપનો ખેસ ધારણ કરી શકે છે.
“જો અને તો નાં ” આ ચર્ચિત રાજકીય ચકરાવવામાં કોંગ્રેસના ગોવાભાઇ દેસાઈ કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કરે છે અને અને થરાદના ગુલાબસિંહ રાજપૂત પણ ભાજપનો ખેસ ધારણ કરી શકે છે તે ચર્ચાએ હાલ રાજકારણ ગરમાયું છે…
આ નવીન પરિવર્તનથી બનાસકાંઠા લોકસભા સીટ પર શું થશે અસર ???
2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપના પરબતભાઈ પટેલ તેમના નિકટના પ્રતિસ્પર્ધી પરથીભાઈ ભટોળથી 368226 મતોની સરસાઇથી જીત્યા હતા.જોકે આવનારી 2024 ની લોકસભા ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું લક્ષાંક દરેક સીટ ઉપર ભાજપ ઉમેદવારો પાંચ લાખની સરસાઈથી જીતે તે રીતે કરાઈ રહ્યું છે . ત્યારે ભાજપે બનાસકાંઠામાં પણ હાલથી જ આ લક્ષાક ને પાર પાડવા માટે વિવિધ મોટા ગજાઓના કોંગ્રેસના નેતાઓને ભાજપમાં માન સન્માન સાથે સામેલ કરવાનું ગુપ્ત રહે અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાનમાં બનાસકાંઠાના ભાજપના દિગ્ગજ નેતાઓને સામેલ કરાયા છે. જેમા 2024 ની લોકસભા ચૂંટણી પહેલા મોટાભાગના નેતાઓને માન સન્માન સાથે ભાજપ કેસરિયો ખેસ પહેરાવી શકે છે. જેમાં સૌથી મોટા ગજાના નેતા ગોવાભાઇ દેસાઈ ભાજપમાં સામેલ થતાં સમગ્ર ચિત્ર બદલાઈ શકે છે. અને તે રીતે કોંગ્રેસની કમર તૂટી શકે છે. વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો સરહદના યુવા નેતા અને કોંગ્રેસના થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંગ રાજપુત પણ ભાજપમાં સામેલ થઈ શકે છે. થરાદના ગુલાબસિંગ માત્ર થરાદ નહીં પરંતુ બનાસકાંઠાના યુવા વર્ગનો પસંદગીનો ચહેરો છે. તો વળી ગોવાભાઇ દેસાઈ પણ સર્વ સમાજમાં અનેક ખાસ કરીને રબારી સમાજના હીરો ગણાય છે.જો ગોવાભાઇ દેસાઈ ભાજપમાં સામેલ થાય તો બનાસકાંઠા લોકસભા સીટ પાંચ લાખથી પણ વધુ મતોની સરસાઈથી જીતી શકાય છે. એટલું જ નહીં આવનાર સમયમાં બનાસકાંઠામાં જિલ્લા પંચાયત ની પણ ચૂંટણી છે. છેલ્લા ઘણા દાયકા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાવા માટેના પ્રયાસો સફળ થયા નથી ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપ સાથે કેસરિયો ધારણ કરતા જિલ્લા પંચાયત બનાસકાંઠા પણ ભાજપ સર કરી શકે છે..