Today Gujarati News (Desk)
રાજકોટ: કાયદાની આંટીઘૂંટીમાં,બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધની વિજ્ઞાન જાથા નાં જયંત પટેલની વિવિધ,વિરોધ પ્રદર્શનની અરજીઓ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ફગાવાઈ છે,જેમાં જાહેર સુલેહ વ્યવસ્થા જોખમાય તેવું જાથા નું વિરોધ પ્રદર્શન છે.તેવું અર્થઘટન કરી,આ અરજીઓ રદ કરાઇ છે.ત્યારે જુઓ કાયદાનો આ ખેલ કે જેમાં જાથા ની હાલ પીછે હઠ થઈ છે.
આગામી ૧ અને ૨ જૂન ૨૦૨૩ નાં રોજ રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાઈ રહ્યો છે.જો કે આ દરબાર સામે જન વિજ્ઞાન જાથા એ વિરોધ કરી,વિવિધ મુદ્દાઓ સાથે, બાબા લોકોમાં અંધશ્રદ્ધા અને ભ્રમ ફેલાવતાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે.અને ચાલુ કાર્યકમમાં વિરોધ પ્રદર્શન કરવાની જાથા એ જાહેરાત પણ કરી હતી.
“જોકે હવે પિકે ફિલ્મ જેમ વિજ્ઞાન જાથા નહીં કરી પ્રદર્શન , કેમ પોલીસે આ વિરોધ પ્રદર્શનની મંજૂરી,ફગાવી દીધી છે .. પોલીસે શું આપ્યું કારણ…”
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી પહેલી જૂન અને બીજી જૂનના દિવસે રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર યોજવાના છે. આ દિવ્ય દરબારનો વિજ્ઞાન જાથા સખત વિરોધ કરી રહ્યું છે. આ માટે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા અને તેની ટીમ દ્વારા 30 મેના દિવસે બાગેશ્વર ધામના વિરોધ પ્રદર્શન માટે રેલી યોજવાની હતી. આ રેલીમાં બાઘેશ્વર ધામના પીઠાધીશ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવનાર હતો.
રાજકોટ પોલીસ પાસે મંજૂરી માગવામાં આવી હતી
આ ઉપરાંત પહેલી જૂને પણ વિજ્ઞાન જાથા દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવાના હતા. આ માટે વિજ્ઞાન જાથા દ્વારા રાજકોટ પોલીસ પાસે મંજૂરી પણ માગવામાં આવી હતી. જોકે, રાજકોટ પોલીસ દ્વારા 30 મેના દિવસે બાગેશ્વર ધામના વિરોધમાં નીકળનારી રેલીને મંજૂરી આપવામાં આવી નથી. આ મંજૂરી ન આપવા પાછળનું કારણ પોલીસ દ્વારા એવું દર્શાવવામાં આવ્યું છે કે, આ રેલી જે વિસ્તારમાંથી નીકળવાની છે ત્યાં ટ્રાફિક વધુ છે અને આ રેલીના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ઘેરી બની શકે તેમ છે, એટલા માટે આ રેલીને મંજૂરી આપવામાં આવતી નથી.
આ ઉપરાંત પહેલી જૂનના દિવસે ધરણા માટે મંજૂરી માગવામાં આવી હતી. જોકે, રાજકોટ પોલીસ દ્વારા આ ધારણા માટેની મંજૂરી પણ આપવામાં આવી નથી. આ ધારણા પાછળની મંજૂરી ન આપવાનું કારણ પોલીસે એવું જણાવ્યું છે કે, આ ધારણા પ્રદર્શનમાં 50 થી વધુ લોકો એકત્ર થઈ શકે છે અને કાયદો વ્યવસ્થા ખોરવાઈ શકે છે.
આમ , આગામી એક તેમજ બે જૂનના રોજ રાજકોટ ખાતે બાબા બાગેશ્વર ના યોજનાના કાર્યક્રમમાં જે વિરોધ પ્રદર્શનની સિવાય રહી હતી તેમાં પોલીસની દરમિયાનગીરી અને જન વિજ્ઞાન જાથાની વિરોધ પ્રદર્શનની તમામ માંગ અને અરજીઓ ના મંજૂર થતા હવે જન વિજ્ઞાન જાથાની કાયદાની કાર્યવાહી એ પ્રદર્શન કરવાની મંછા પર પાણી ફરી વળ્યું છે.
આ કેવો કાયદો,? ૨૯ મે ૨૦૨૩ માં ૪૦૦ વાહનો બાબા બાગેસ્વર પ્રચારમાં રેલી કાઢે તેમાં ટ્રાફિક ખોરવાયો નથી,અને ૫૦ લોકોનો ન્યાયપૂર્ણ વિરોધમાં મંજૂરી રદ, આ લોકશાહીનું ખૂન છે: જયંત પટેલ,જન વિજ્ઞાન, જાથા
આ બાબતે પોતાની તીખી પ્રતિક્રિયા આપતા જન્મવિજ્ઞાન જાથાના જયંત પટેલે જણાવ્યું હતું કે અમારો વિરોધ ન્યાય પૂર્ણ હતો અને લોકજાગૃતિનો હતો.જોકે અમારા વિરોધમાં અમે જે રેલી કાઢવાના હતા.એ શાંત રેલી હતી માત્ર 50 લોકો સાથેની અડધો કિલોમીટરની આ રેલી હતી.જેને પોલીસે ટ્રાફિકજામ થશે તેવા કારણે રદ કરી છે .તો બીજી તરફ આ જ બાબા બાગેશ્વરના સમર્થકો અંદાજિત 400 વાહનો સાથે રાજકોટમાં 30 કિલોમીટર સુધી પ્રજાજનો, વાહનચાલકોને અને રાજકોટવાસીઓને પીડા થાય તે પ્રકારે ચાર કલાક મોટી વાહન રેલી ચલાવે છે,અને તે રીતે સમગ્ર રાજકોટ ને બાનમાં લે છે તેમાં પોલીસ મંજૂરી આપે છે. ત્યાં કાયદો તેમને નડતો નથી. આ કેવા પ્રકાર નાં બેવડા ધોરણો છે. ન્યાય સૌના માટે સમાન ખુશામત કોઈની નહીં. જો સરકારનું આ સૂત્ર હોય તો, બાબા બાગેશ્વર માટે શું ટ્રાફિક તેમજ અન્ય કાયદા અલગ બનાવાયા છે, તેવા તીખા સવાલો પણ જન વિજ્ઞાન જાથાના ડો.જયંત પટેલે ઉઠાવ્યા હતા..