( શ્રી વિવેક ભટ્ટ અને ડોન અરુણ ગવલી વર્ષ 2004 થી 2011 ફાઈલ ફોટો ) |
Today Gujarati News (Desk)
-મીડિયા જગતના ડો.વિવેક ભટ્ટ પીએચડી થયા : સસ્મિત ડિગ્રી ધારણ કરી,ફોટો શેર કર્યો…
– આધુનિક મીડિયા જગતના તમામ આયોમ પર પીએચડી કરી,મેળવી ડોકટરની પદવી..
– બોમ્બે કોલેજ ઓફ જર્નાલિઝમાં પોસ્ટ ગ્રેજયુએટ,તેમજ યુનિવર્સિટી ઓફ મુંબઈ માં પોસ્ટ ગ્રેજ્યુએશન ,ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
ડો.વિવેક ભટ્ટ ની પીએચડી ઉપાધિ સમયની તસવીર |
પ્રથમ નેશનલ અને તે બાદ ગુજરાતના રિજિયોનલ મીડિયા જગતમાં સતત છવાયેલ રહેલા અને પોતાની આગવી,આક્રમકતા સાથે પ્રજાલક્ક્ષી મુદ્દાઓ લઈ નિત્ય લોકોની પડખે રહેનાર પીઢ પત્રકાર શ્રી વિવેક ભટ્ટ હવે પીએચડી થતા સમગ્ર મીડિયા જગતમાંથી તેમની આ નવીન સિદ્ધિ ને બિરદાવવા માં આવી રહી છે અને તેમની પર શુભેચ્છાઓનો વરસાદ થયો છે.ત્યારે તેમના પત્રકાર ક્ષેત્રના ઉન્નત યોગદાન અને સફર પર ટુડે ગુજરાતી ન્યુજે,અન્ય મીડિયા કર્મીઓ માટે તેમની અત્યાર સુધીની જીવની અને યોગદાન ઉગતા પત્રકારો માટે પ્રેરણાદાયી હોઇ,આ આર્ટિકલ પ્રસિદ્ધ કરેલ છે.આવો જોઈએ તેમની અત્યાર સુધીની મીડિયા સફળ સફર.. ..
માયાનગરી મુંબઈ માં 7 વર્ષ આજતક નેશનલ ન્યુઝ જેવા દમદાર બેનર સાથે જોડાયા, અંડર વલ્ડ ડોન અરુણ ગવલી નો લીધો ઇન્ટરવ્યૂ ..
ફાઈલ ફોટો: મુંબઈ અંડર વર્લ્ડ ડોન અરુણ ગવલી સાથે |
શ્રીમાંન વિવેક ભટ્ટે પોતાની કારકિર્દી મુંબઈ થી શરુ કર્યાના ઇનપુટ છે.જ્યા તેઓ સાત 7 વર્ષ સુધી આજતક નેશનલ ન્યુઝ ચેનલ માટે મુંબઈ ની વિવિધ બિટો માં રિપોર્ટિંગ કર્યું હતું.વર્ષ 2004 થી 2011 સુધી તેમની ઇનિંગ રોમાંચિત અને હિન્દી ફિલ્મના જાબાજ રિપોર્ટર જેમ રહી હતી,તેઓએ માયાનગરી મુંબઈ માં તે સમયના ભાઈલોગ ને કેમેરાની સામે લાવી તરખાટ મચાવ્યો હતો.તે સમયે મીડિયા કર્મીઓ જેનું નામ સાંભળી જેની નજીક જતા ખચકાતાં હતા, તે અંડર વલ્ડ ડોન અરુણ ગવલી કોઈ પ્રસંગમાં તે સમયે તેમની સામે આવતા નીડરતા થી તેમની સામે માઈક ધરી દીધું હતું. અને સવાલોનો મારો ચલાવ્યો હતો. જોકે તેમની આ હિમંત અને દિલેરી જોઈ અંડર વલ્ડ ડોન અરુણ ગવલીએ તેમને ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો.જોકે સૂત્રોનું કહેવું છે કે ,તેમની નીડરતા અને ક્રાઇમ સ્પોટ પર,ઘુસી જઈ ગમે તે ચમરબંધી કે ડોન હોય તેને કેમેરા કંડારી,ઉઘાડો પાડવાની અને તે રીતે લોકો સમક્ષ નીડરતા થી રિપોર્ટિંગ કરવાની કામગીરી કરતા ગયા હતા.જોકે પરિવાર ગુજરાતમાં સ્થાઈ થતાં ગુજરાત માં તેમની નવીન ઇનીગ શરૂ થઈ હતી.
યુવા રિપોર્ટર શ્રી વિવેક ભટ્ટ – ફાઈલ ફોટો |
ગુજરાતને હોમ ટાઈમ બનાવ્યું ,ટીવી 9 ગુજરાતી ચેનલના ઇનપુટ હેડ બન્યાં...
મુંબઈ થી ગુજરાત આવેલ શ્રીમાન વિવેક ભટ્ટ પાસે 7 વર્ષનો મોટો અનુભવ હતો.તે સમયે ટોચની નેશનલ ચેનલો નો જમાનો હતો. અને આ યુવા પ્રતિભાશાળી ચહેરો જોઈ ટીવી 9 મેનેજમેન્ટ તેમને ગુજરાત ના ઇનપુટ હેડ બનાવ્યા હતા.અહીં તેમનો કાર્યકાળ મેં 2011 થી સપ્ટેમ્બર 2012 સુધી ચાલ્યો હતો.અહી ગુજરાતમાં તેમની સાથે અનેક યુવા પત્રકારો જોડાયા.જેઓ હાલ ગુજરાત ની વિવિધ રિજિયોનલ ન્યુઝ ચેનલોમાં સન્માનિત હોદ્દા પર કામ કરી રહ્યા છે.
રગ રગ મે હિન્દુસ્તાન – ફાઈલ ફોટો |
સંદશ ન્યુઝ ચેનલ માં બન્યા ચેનલ હેડ …
આ સમયમાં ગુજરાતમાં મીડિયા યુગની નવી ક્રાંતિ આવી હતી.જેમાં ગુજરાત સમાચાર ની જીએસટીવી ગુજરાતી ભાષાની રિજિયોનલ ચેનલ તરીકે માર્કેટમાં આવી હતી.જેમાં ગુજરાતના અગ્રણી અખબાર સંદેશ દ્વારા પણ પોતાની પ્રાદેશિક ભાષાની સંદેશ ન્યૂજ ચેનલ શરુ કરવાની જાહેરાત કરાઈ હતી.જેમાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંકનો ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના ચહેરા તરીકે શ્રીમાન વિવેક ભટ્ટ અને તેમની યુવા ટિમ હોઈ,આ આખી ટીમને સંદેશ મીડિયા હાઉસ દ્વારા સન્માનજનક રીતે સ્થાન અપાયું હતું.વિવેક ભટ્ટ સાથે અનેક યુવા પત્રકારો સંદેશમાં જોડાયા હતા.અને વર્ષ સપ્ટેમ્બર 2012 થી એપ્રિલ વર્ષ 2020 સુધી એટલે કે સાત વર્ષ અને આઠ મહિના જેટલી મોટી ઇનિંગ સંદેશ ન્યુઝ ચેનલમાં તેઓએ ખેલી હતી.આ સમય ગાળો ગુજરાતી ભાષાની નવીન ચેનલો માટે નો હતો. જોકે વિવેક ભટ્ટ અને તેમની ટીમના યુવા મીડિયાકર્મીઓ એ સતત,24 કલાક રાઉન્ડ ધ ક્લોક ખબર માં જમાવટ કરી વર્ષો સુધી TRP માં નંબર 1 સ્થાન મેળવ્યું હતું.આ સમયે ઘણી હરીફ ચેનલો સાથે ન્યુઝ અને દર્શકો ને ટીવી સ્કિન પર લાવવા અને જકડી રાખવાની સ્પર્ધા ચાલતી હતી.જોકે સંદેશ ન્યુઝ અવ્વલ રહ્યું હતું,આ શ્રેયમાં શ્રીમાન વિવેક ભટ્ટ સાથે શ્રીમાન રોનક્ભાઇ પટેલ (હાલ -ABP અસ્મિતા ચેનલ હેડ ) તેમજ કીર્તનભાઈ પટેલ (ઇનપુટ હેડ સંદેશ ) તેમજ વિનોદભાઈ દેસાઈ સહીત નો મોટો ફાળો રહ્યો હતો.
OTT પ્લેટફોર્મ તેની ઉપયોગીતા અને નવીન મીડિયા ક્રાંતિ સમજવા અને ટેક્નોલોજી ઉપયોગ માટે વિદેશ ભ્રમણ ..
શ્રીમાન વિવેક ભટ્ટ ને જે લોકો નજીક થી જાણે છે તેઓ ને ખબર છે કે વિવેક ભટ્ટ ટેક્નોલોજીના માસ્ટર છે.આધુનિક ઇલેક્ટ્રોનિક્સ મીડિયા જગત માં આ સમયે શોશિયલ મીડિયા નો ક્રેઝ વધતો ગયો હતો.વિદેશમાં OTT પ્લેટફોર્મ નું મોટું ચલણ છે, ત્યારે આ ટેક્નોલોજી સમજવા તેઓએ વિકસિત અનેક દેશોની સફર કરી છે.
તેઓએ આ દરમ્યાન પોતાની શ્રીમ ડિજિટલ મીડિયા પ્રોડકશન હાઉસ લિમિટેડ કંપની ખોલી ચુક્યા હતા.એપ્રિલ 2020 થી 3 વર્ષ જેટલો સમય તેઓએ આ નવા સાહસમાં મુંબઈ માં કામ કર્યું. અને OTT INDIA પ્લેટફોર્મ ની શરૂઆત કરી, જે હાલ ચાલુ છે.
શહાદત કા શોર્ય પુલવા 2019 પુસ્તક પ્રકાશિત કર્યું.
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ને પુસ્તક અર્પણ |
ડો.વિવેક ભટ્ટ નું સૂત્ર છે “પ્રથમ દેશ અને દેશનું ગૌરવ” અને તે બાદ બીજું બધું હોઇ શકે,તેઓ પત્રકાર સાથે પ્રખર રાષ્ટ્ર વાદી વિચારસરણી ને વરેલા દેશપ્રેમી મીડિયાકર્મી છે.તેઓનું રાષ્ટ્રપ્રેમ ભાવના ઉજાગર કરતું પુસ્તક ” શહાદત કા શોર્ય પૂલવા 2019 ખાસ્સુ લોકપ્રિય બન્યું હતું.તેઓ ખાખીના સમર્પણ ને નિત્ય નતમસ્તક ભાવ થી વધાવે છે.દેશની સરહદે તડકો,છાયડો,વેઠી વિપરીત સ્થિતિમાં ફરજ નિભાવતા સૈનિકો માટે તેમના દિલમાં અપાર સન્માન છે.દરેક રાષ્ટ્રીય પ્રસંગોમાં મીડિયા કવરેજ માં તેઓ દેશના સૈનિકો ને વિશેષ સન્માન આપતા હોય છે.તેઓ ખોજી પત્રકાર પણ છે.કે જેમણ ફિલ્મ બોર્ડર ના શહાદત વહોરનાર કિરદાર ભેરોસિંહ (અભિનેતા સુનીલ શેટ્ટી) ને જીવિત શોધી કાઢ્યો હતો.આ ફિલ્મમાં ભેરોસિંહ રાજપૂત શહાદત વ્હોરતા બતાવ્યા હતા.જોકે અસલમાં તે સમયના 1971 નાં યુદ્ધમાં પાકિસ્તાની સૈનિકો ને મોત ને ઘાટ ઉતારનાર ભેરોસિંહ રાજસ્થાન નાં ભીનમાંલ નાં એક ગામમાં જીવત હોવાનુ તેઓએ શોધી કાઢ્યું હતું.અને ન્યુઝ ચેનલના ” ટાઈગર અભી જિંદા હે” શીર્ષક સાથે જીવિત એવા વીર જવાન ભેરોસીંહ નો લોકોને સાક્ષાત્કાર કરાવ્યો હતો.
ગુજરાત – 1st ન્યુઝ ચેનલહેડ બન્યા,જ્યા સફળતાનો ઝંડા લહેરાવી બન્યા પીએચડી …
ગુજરાતમાં રિજિયોનલ ચેનલોમાં સહુથી મોટા ખર્ચ અને ટેક્નોલોજી સાથે વર્ષ 2021-22 માં ગુજરાત ફર્સ્ટ ચેનલનો ઉદય થયો. જેમાં જાણીતા મીડિયાકર્મી દીપકભાઈ રાજાણી એ હાઈટેક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી, મોટી ટિમ અને અનુભવી રિપોર્ટરો સાથે ચેનલ ને લોન્ચ કરી,જે ગતિશીલ બની,જોકે વર્ષ 2020 માં શ્રીમાન દીપકભાઈ રાજાણી પોતાના નવીન પ્રોજ્ક્ટ માં જોડાતા આ ચેનલના મેનેજમેન્ટ દ્વારા શ્રીમાન વિવેક ભટ્ટ ની ચેનલહેડ તરીકે નિમણુંક કરેલ છે. જોકે તેમને સિર્ફ નામ હી કાફી હે ..તે વાત સાથે કર્મ શરુ કર્યું.અને મેનેજમેન્ટ ના વિશ્વાસ ને ચરિતાર્થ કરી બતાવ્યો.આજે ગુજરાત ફર્સ્ટ ગુજરાતી ની ટોપર ચેનલોમાં દર્શકોની પસંદગીની ચેનલ બની છે.જેનો મોટો શ્રેય વિવેક ભટ્ટ ને જાય છે. ત્યારે સાત કર્મશીલ બની, મીડિયા જગતમાં મોટું નામ કમાવનાર વિવેક ભટ્ટે તાજેતરમાં મીડિયા ક્ષેત્રમાં મીડિયા નાં તમામ આધુનિક આયામો વિષય પર પીએચડી પૂર્ણ કરતા,તેમને ડિગ્રી અને મેડલ થી સન્માનિત કરાયા છે,ટુ ડે ગુજરાતી ન્યુઝ તેમની આ સફળતા અને જ્વલંત સિદ્ધિઓને બિરદાવી તેમને અભિનદન આપે છે.