Today Gujarati News (Desk)
હાઈ-ડેફિનેશન રડાર ઉપગ્રહોની મદદથી, સમગ્ર પૃથ્વી પર 19,000 થી વધુ સમુદ્રી જ્વાળામુખીની શોધ કરવામાં આવી છે. અત્યાર સુધી મળી આવેલ સમુદ્રી પર્વતોની આ સૌથી મોટી સંખ્યા હશે. જર્નલ અર્થ એન્ડ સ્પેસ સાયન્સમાં પ્રકાશિત થયેલા તાજેતરના સંશોધનોએ સમુદ્રી પ્રવાહો, પ્લેટ ટેકટોનિક અને આબોહવા પરિવર્તન વિશે ઘણીખરી માહિતી શેર કરી છે.
આ પહેલા સોનારના ઉપયોગથી પૃથ્વીના સમુદ્ર તળના માત્ર એક ચતુર્થાંશ ભાગનો મેપ તૈયાર કરી શક્યા હતા. આ ટેક્નિક વડે ધ્વનિ તરંગોનો ઉપયોગ પાણીની નીચે છુપાયેલી વસ્તુઓને શોધવા માટે થાય છે. 2011 માં, જ્યારે સોનારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ત્યારે 24,000 થી વધુ સમુદ્ર પર્વતો મળી આવ્યા હતા, જે જ્વાળામુખીની પ્રવૃત્તિને કારણે રચાયા હતા. જો કે, ત્યાં 27,000 થી સમુદ્રપર્વતો છે જે સોનારની રેંજમાં આવી શક્યા નથી.
સોનાર સર્વેક્ષણ કરતા રડાર ઉપગ્રહો વધારે ચોકસાઈથી પરિણામ આપે
જો કે, નવા સંશોધનો દર્શાવે છે કે વૈજ્ઞાનિકોએ સમુદ્રની નીચે શું થઈ રહ્યું છે તેની તપાસ કરવા માટે સોનાર સર્વેક્ષણ પર આધાર રાખવો જોઈએ નહીં. રડાર ઉપગ્રહો માત્ર સમુદ્રની ઊંચાઈ જ માપતા નથી, પરંતુ પાણીની અંધારાવાળી ઊંડાઈમાં શું છુપાયેલું છે તે પણ જોઈ શકે છે. તે સમુદ્રના તળની ટોપોગ્રાફી વધુ સારી રીતે બતાવી શકે છે. વૈજ્ઞાનિકોએ યુરોપિયન સ્પેસ એજન્સીના ક્રાયોસેટ-2 સહિત અનેક ઉપગ્રહોમાંથી ડેટા એકત્રિત કર્યો અને જાણવા મળ્યું કે તેઓ પાણીની નીચે 3,609 ફૂટ જેટલા નાના ટેકરા શોધી શકે છે. વિજ્ઞાન અનુસાર, આ સીમાઉન્ટની નીચલી મર્યાદા છે. સંશોધન મુજબ, આ તકનીકનો ઉપયોગ કરીને, વૈજ્ઞાનિકો અનુમાન લગાવે છે કે તેઓ પાણીની નીચે નાના જ્વાળામુખીની ઊંચાઈ લગભગ 1,214 ફૂટની ચોકસાઈથી અંદાજ કરી શકે છે.
જ્વાળામુખીમાં ખતરનાક વિસ્ફોટ થાય તો ભૂકંપ, સુનામી જેવી આફતો આવી શકે
સ્ક્રીપ્સ ઈન્સ્ટિટ્યુશન ઓફ ઓશનોગ્રાફીના દરિયાઈ ભૂ-ભૌતિકશાસ્ત્રીએ આ સર્વેક્ષણ હાથમાં લીધું હતું, જો આ જ્વાળામુખીમાં ખતરનાક વિસ્ફોટ થાય તો ભૂકંપ, સુનામી જેવી આફતો આવી શકે છે. જેમ કે ગયા વર્ષે ટોંગા જ્વાળામુખી ફાટવાને કારણે વિનાશક પરિસ્થિતિ સર્જાઈ હતી.A