Today Gujarati News (Desk)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતનો 100મો એપિસોડ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં પણ પ્રસારિત કરવામાં આવશે. આ શોનો 100મો એપિસોડ 30 એપ્રિલ, રવિવારના રોજ પ્રસારિત થશે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે પણ આ ખાસ અવસર પર પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, “મન કી બાતના કાર્યક્રમે મહિલાઓને આર્થિક, સશક્તિકરણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને અન્ય મુદ્દાઓ પર વિકાસના ક્ષેત્રમાં જાગૃત કરી છે.”યુએનએ પણ એક ટ્વિટમાં કહ્યું હતું કે, “એક ઐતિહાસિક ક્ષણ માટે બધા તૈયાર રહેજો. પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ UN હેડક્વાર્ટર ખાતે ટ્રસ્ટીશિપ કાઉન્સિલ ચેમ્બરમાં પણ લાઇવ પ્રસારિત કરવામાં આવશે.”
30 એપ્રિલે ન્યૂયોર્કમાં 11:00 વાગ્યે લાઇવ પ્રસારણ
મન કી બાતનો 100મો એપિસોડ 30 એપ્રિલે ન્યૂયોર્કમાં IST સવારે 11:00 વાગ્યે લાઇવ પ્રસારણ કરવામાં આવશે. યુએન હેડક્વાર્ટર ખાતે રવિવારે આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ ઐતિહાસિક અને અભૂતપૂર્વ હશે. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, “મન કી બાત નેશનલ પરંપરા બની ગઈ છે. તે લાખો લોકોને ભારતની વિકાસ યાત્રામાં ભાગ લેવા માટે પ્રેરિત કરે છે.”