Today Gujarati News (Desk)
EDએ રોઝ વેલી ગ્રૂપ ઓફ કંપનીઓ અને તેના પ્રમોટર્સની રૂ. 250 કરોડની જંગમ અને સ્થાવર મિલકતો જપ્ત કરી છે. આ જૂથની અટેચ કરેલી સંપત્તિ અત્યાર સુધીમાં 1171 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અલગ-અલગ કાર્યવાહીમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેટલીક કંપનીઓ અને વ્યક્તિઓની કરોડો રૂપિયાની જંગમ અને સ્થાવર મિલકતો જપ્ત કરી છે.
એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સંપત્તિની કિંમત લગભગ 450 કરોડ રૂપિયા છે. EDએ રોઝ વેલી ગ્રૂપ ઓફ કંપનીઓ અને તેના પ્રમોટર્સની રૂ. 250 કરોડની જંગમ અને સ્થાવર મિલકતો જપ્ત કરી છે. આ જૂથની અટેચ કરેલી સંપત્તિ અત્યાર સુધીમાં 1171 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.
ગુપ્તા બિલ્ડરોની 157.7 કરોડની મિલકત જપ્ત
આ ઉપરાંત, એજન્સીએ ગુપ્તા બિલ્ડર્સ એન્ડ પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેના પ્રમોટર્સની રૂ. 157.7 કરોડની મિલકતો જપ્ત કરી છે. આ કંપની સામે લેવાયેલી કાર્યવાહીના ભાગરૂપે અત્યાર સુધીમાં રૂ. 305 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
હરિદ્વારના ટ્રસ્ટની 5.06 કરોડની મિલકત જપ્ત
આ ઉપરાંત, ડિરેક્ટોરેટે આરતી ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ, હરિદ્વારના એસસી/એસટી કૌભાંડમાં રૂ. 5.06 કરોડની મિલકતો જપ્ત કરી છે. આ કેસમાં એજન્સીએ અત્યાર સુધીમાં રૂ. 12.13 કરોડની મિલકતો જપ્ત કરી છે. EDએ કહ્યું કે, દીપક કુમાર, રમેશ કડેલ, તેમના સંબંધીઓ અને સહયોગીઓની 4.09 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. તેમાં દીપક કુમારની કંપની નૈના જ્વેલર્સના બેંક ખાતા અને સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે.