Today Gujarati News (Desk)
સત્તાવાર સૂચના મુજબ જિલ્લામાં શનિવારે સાંજે 5 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. હાલમાં આ કર્ફ્યુ આ રીતે ચાલુ રહેશે. જિલ્લામાં CrPCની કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે અને મોબાઈલ ઈન્ટરનેટ સેવા પણ બંધ છે.
મણિપુરના હિંસાગ્રસ્ત ચુરાચંદપુરમાં અજાણ્યા બદમાશોએ એક સરકારી ઈમારતને આગ ચાંપી દીધી હતી. આ ઘટના બાદ જ શનિવારથી જિલ્લામાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
અધિકારીએ જણાવ્યું કે, મધ્યરાત્રિના સુમારે તુઇબોંગ વિસ્તારમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરના ઓફિસ બિલ્ડિંગને લોકોના એક જૂથે આગ લગાવી દીધી હતી. આ આગને બુઝાવવા માટે અનેક ફાયર એન્જિનોને બોલાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં લાખોની સંપત્તિનો નાશ થયો હતો અને ઓફિસના કેટલાક દસ્તાવેજો પણ બળી ગયા હતા.
સત્તાવાર સૂચના મુજબ જિલ્લામાં શનિવારે સાંજે 5 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. હાલમાં આ કર્ફ્યુ આ રીતે ચાલુ રહેશે. જિલ્લામાં CrPCની કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે અને મોબાઈલ ઈન્ટરનેટ સેવા પણ બંધ છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે હાલ પરિસ્થિતિ નાજુક છે. તમામ મુખ્ય સ્થળો અને મુખ્ય વિસ્તારોમાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. શુક્રવારે રાત્રે ચુરાચંદપુર શહેરમાં દેખાવકારો અને પોલીસકર્મીઓ વચ્ચે તાજી અથડામણ થઈ હતી. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીઓ, ટીયર ગેસ અને રબરની ગોળીઓનો ઉપયોગ કર્યો હતો.
સ્થાનિકોએ દાવો કર્યો હતો કે સ્થાનિક આદિજાતિ લીડર્સ ફોરમ (ITLF) દ્વારા સાંજે 4 વાગ્યાના બંધના કલાકો બાદ પોલીસ કાર્યવાહીમાં કેટલાક લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. જો કે આ ઘટનામાં કેટલી જાનહાનિ થઈ છે તે અંગે હાલ પુષ્ટિ થઈ શકી નથી.
કુકી ગ્રામજનોને રક્ષિત જંગલોમાંથી બહાર કાઢવાના વિરોધમાં આઠ કલાકના બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તેણે આદિવાસી પ્રભુત્વ ધરાવતા દક્ષિણ મણિપુર જિલ્લામાં સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું હતું.
પોલીસે જણાવ્યું કે ચુરાચંદપુર જિલ્લાના ન્યૂ લામકામાં સદભાવના મંડપમાં દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. જણાવી દઈએ કે મુખ્યમંત્રી એન. બિરેન સિંહ ત્યાં એક જનસભાને સંબોધિત કરવાના હતા. આ વિરોધ અને બંધના એલાન બાદ સિંહે તેમની યાત્રા પાછી ખેંચી હતી.