Today Gujarati News (Desk)
તાજેતરમાં જ સૂર્ય ગ્રહણ જોયા બાદ વધુ એક ખગોળીય ઘટના સામે આવવાની છે. 5 મે એ ચંદ્ર ગ્રહણ દુનિયાના અમુક ભાગોમાં જોવા મળશે. આ મહિનાની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના અમુક ભાગોમાં સૂર્ય ગ્રહણ જોવા મળ્યુ હતુ અને હવે ચંદ્ર ગ્રહણ થવાનુ છે. સૂર્ય ગ્રહણમાં ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. જોકે, ચંદ્ર ગ્રહણ માટે આ થોડુ અલગ છે. ચંદ્ર ગ્રહણ એ ખગોળીય સ્થિતિને કહેવામાં આવે છે જ્યારે ચંદ્ર પૃથ્વીની પાછળ તેની પડછાયામાં આવી જાય છે.
ચંદ્ર ગ્રહણ પૂર્ણ કે આંશિક હોઈ શકે છે. આંશિક ચંદ્ર ગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રનો એક ખંડ પૃથ્વીની છાયા પર થઈને પસાર થાય છે. આંશિક ગ્રહણો દરમિયાન ચંદ્રના કિનારે પૃથ્વીની છાયા ઘણીવાર ખૂબ કાળી જોવા મળે છે. જોકે, પૃથ્વી પરથી શુ જોઈ શકાય છે એ વાત પર નિર્ભર કરે છે કે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કેવી રીતે એક રેખામાં આવી જાય છે. ચંદ્ર ગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં લાગશે. આ એક ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે જે ભારતમાં જોવા મળશે નહીં તો સૂતક કાળ પણ માન્ય હશે નહીં.
શું હોય છે ઉપછાયા ચંદ્ર ગ્રહણ
દરેક ચંદ્ર ગ્રહણ શરૂ થયા પહેલા ચંદ્ર પૃથ્વીની ઉપછાયામાં પ્રવેશ કરે છે. જેને ચંદ્ર માલિન્ય (Penumbra) કહેવામાં આવે છે. ઘણી વખત ચંદ્ર પૃથ્વીની ઉપછાયામાં પ્રવેશ કરીને ત્યાંથી બહાર નીકળી જાય છે અને તેનું સ્વરૂપ ધૂંધળુ જોવા મળે છે. આને ઉપછાયા ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.
આ ચંદ્ર ગ્રહણ અનોખુ કેમ છે
5 મે નું ચંદ્ર ગ્રહણ એટલા માટે ખાસ છે કેમ કે આ લગભગ બે દાયકા સુધી બીજીવાર થશે નહીં. આને ઉપછાયા ગ્રહણ પણ કહેવામાં આવે છે. આમાં ચંદ્રને પૃથ્વીની છાયાના ધૂંધળા, બહારી ભાગમાંથી પસાર થતા જોવા મળશે જેને પેનમ્બ્રા તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીના સૂક્ષ્મ મંદ પ્રભાવ અને અપૂર્ણ સંરેખણના કારણે પેનુમબ્રલ ચંદ્ર ગ્રહણનું નિરીક્ષણ કરવુ મુશ્કેલ છે.
3 ખગોળીય પિંડોના અપૂર્ણ સંરેખણના કારણે પૃથ્વી સૂર્યના અમુક પ્રકાશને સીધા ચંદ્રની સપાટી સુધી પહોંચવાથી રોકે છે અને ચંદ્રના તમામ કે કંઈક ભાગને કવર કરે છે. પૃથ્વી છાયાના બહારના ભાગથી ઢંકાયેલી છે જેને ઉપછાયા તરીકે ઓળખવામાં આવે છે. જે છાયાના ગાઢ ભાગની તુલનામાં સામાન્ય હોય છે જેને છાયાના રૂપમાં ઓળખવામાં આવે છે. ચંદ્ર ગ્રહણ થવા માટે બે બાબતો સૌથી જરૂરી છે. પહેલુ તે દિવસે પૂનમ હોય અને બીજુ સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક લાઈનમાં હોય. મે માં થનારુ ચંદ્ર ગ્રહણ આગામી 19 વર્ષો સુધી બીજીવાર થશે નહીં. આગામી પેનુમબ્રલ ગ્રહણ માત્ર સપ્ટેમ્બર 2042 માં થશે.