ફાઈલ તસવીર |
Today Gujarati News (Desk)
(રીના પરમાર,ડેસ્ક)
બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે 6.29 કલાકે 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો તાત્કાલિક ધોરણે ઘરની બહાર દોડી આવ્યા હતા. રિક્રટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોધાઇ હતી.
જુઓ ભૂકંપ સીસીટીવી ટીવી ફૂટેજ …
બનાસકાંઠામાં ભૂકંપના આંચકા
ધરા ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા
4.2 ની તીવ્રતા રિક્ટર સ્કેલ પર નોંધાઇ
બનાસકાંઠા જિલ્લામાં જાણે કુદરત કોપાયમાન થઇ હોય એવું લાગે છે. કારણે કે બનાસકાંઠા જિલ્લામાં એક તરફ આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, તો બીજી તરફ બનાસકાંઠામાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જોકે, ભૂકંપના કારણે જાનહાની અથવા મિલકતને નુકસાનના કોઈ સમાચાર નથી.
લોકોમાં જોવા મળ્યો હતો ફફડાટ
ભૂકંપ ફાઈલ તસવીર |
આ ઘટના જોઈએ તો બનાસકાઠામાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભાવાયા હતા. સવારના પહોરમાં બનાસકાંઠાની ધરા ધ્રુજતા લોકો ફફડી ઉઠ્યા હતા. લોકોની ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા. આજે વહેલી સવારે બનાસકાંઠાના ડીસા, પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
રિક્ટર સ્કેલ પર નોંધાઈ 4.2ની તીવ્રતા
બનાસકાંઠામાં આજે સવારે 6.29 વાગ્યા અનુભવાયા ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા નોંધાઈ છે. અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી બીજુ બનાસકાંઠા જિલ્લામાં આજ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા ગાજવીજ સાથે વરસાદ..
બનાસકાંઠા જિલ્લામાં બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. આજે વહેલી સવારે ધાનેરાના બોર્ડર વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ધાનેરાના બાપલા, કુંડી, વાછોલ, માંડલ સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.
–ભૂકંપ આવે તો શું કરવું?
-ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
-વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
-ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
-ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
-ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
-ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
-દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.