Today Gujarati News (Desk)
બોલિવૂડની દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપરા તેની નવી વેબ સીરિઝ સિટાડેલના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમની આ સીરીઝ ટૂંક સમયમાં પ્રસારિત થવાની છે. આ દરમિયાન પ્રિયંકા ચોપરાને લઇને એક અપડેટ સામે આવ્યુ છે. ન્યૂયોર્કમાં આયોજિત મેટ ગાલા ઈવેન્ટ 1લી મેથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે દેશી ગર્લ પણ આ ઇવેન્ટમાં પાર્ટ લેશે.
મેટ ગાલામાં પ્રિયંકા ચોપરા જોવા મળશે
વેરાયટીના સિનિયર કલ્ચર એન્ડ ઈવેન્ટ્સ એડિટર માર્ક માલ્કિને ટ્વીટ કરીને આ જાણકારી આપતા કહ્યું કે, પ્રિયંકા ચોપરા પણ મેટ ગાલાનો એક ભાગ છે. પ્રિયંકા ચોપરાએ મને હમણાં જ કહ્યું કે, તે સોમવારે મેટ ગાલામાં હશે. આ સિવાય માર્કે ટ્વીટમાં એ પણ જણાવ્યું કે, પ્રિયંકા ચોપરાએ પણ તેની સાથે તેના લુક વિશે વાત કરી જે થીમ આધારિત હશે.
મેટ ગાલા 2023માં પ્રિયંકા ચોપરા ઉપરાંત આલિયા ભટ્ટ અને અન્ય ઘણા સ્ટાર્સ પણ ભાગ લેશે. રિપોર્ટ અનુસાર, આલિયા ભટ્ટ મેટ ગાલામાં ડેબ્યૂ કરવા જઈ રહી છે અને તે ઈવેન્ટમાં ડિઝાઈનર પ્રબલ ગુરુંગે ડિઝાઈન કરેલા કપડાંમાં જોવા મળશે.
મહત્વનું છે કે, પ્રિયંકા ચોપરા આ પહેલા ત્રણ વખત મેટ ગાલા ઈવેન્ટમાં હાજરી આપી ચૂકી છે. વર્ષ 2023માં તે આ ઈવેન્ટમાં ચોથી વખત ભાગ લેશે.