Today Gujarati News (Desk)
દેશની રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર છે. દિલ્હીના મથુરા રોડ પર આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલને ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. દિલ્હી ફાયર સર્વિસનું કહેવું છે કે તપાસ ચાલી રહી છે. દિલ્હી પોલીસ સહિત અન્ય ટીમો ઘટનાસ્થળે હાજર છે.
મળતી માહિતી મુજબ ડીપીએસ મથુરા રોડ પર બોમ્બનો કોલ મળતાં હોબાળો મચી ગયો હતો. બોમ્બ હોવાની માહિતી ઈ-મેલ દ્વારા આપવામાં આવી છે. શાળા પ્રશાસનને સવારે 8:10 વાગ્યે પીસીઆર કોલ દ્વારા સ્કૂલમાં બોમ્બ હોવાની જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી.
બે અઠવાડિયા પહેલા પણ દક્ષિણ દિલ્હીની એક શાળામાં આવો ફોન આવ્યો હતો. પરંતુ હજુ સુધી આ મામલે દિલ્હી પોલીસના હાથ ખાલી છે.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878