Today Gujarati News (Desk)
વોટ્સએપ હવે ચેનલ ફીચર પર કામ કરી રહ્યુ છે. થોડા જ સમયમાં જોવા મળશે ટેલીગ્રામ જેવી ચેનલ્સ વોટ્સએપ પર પણ જોવા મળશે. યુજર્સ તેની પોતાની ચેનલ બનાવી શકશે અને બીજા અન્યની ચેનલને સબ્સક્રાઈબ કરી તેના અપડેટ પણ જોઈ શકશે.
કંપની હાલમાં તેના વિવિધ ફીટર પર કામ કરી રહી છે
વોટ્સએપ પર ખૂબ જલ્દી તમને ટેલીગ્રામ જેવી ચેનલ જોવા મળશે. આ ચેનલ અલગ અલગ પ્રકારના ટોપિક્સ અને તેની સાથે જોડાયેલા નવા નવા કન્ટેન્ટ શોધવામાં મદદ મળી શકશે. કંપની હાલમાં તેના વિવિધ ફીટર પર કામ કરી રહી છે. અને થોડા જ સમયમાં તેના બીટા ટેસ્ટર્સ માટે લોન્ચ કરવામાં આવશે. વોટ્સએપ પર નજર રાખનારી વેબસાઈટ WAbetainfo પ્રમાણે આવનારા સમયમાં આ ફીચરને iOS એપ માટે લોન્ચ કરવામાં આવશે.
યુજર્સ તેની પોતાની વોટ્સએપ ચેનલ પણ બનાવી શકશે.
રિપોર્ટ પ્રમાણે ચેનલ ફીચર વોટ્સએપના સ્ટેટસ સેકશનમાં દેખાશે અને સ્ટેટ્સનું નામ બદલીને અપડેટ કરી શકાશે. ટેલીગ્રામની જેમ કોઈપણ ચેનલને સબ્સક્રાઈબ્સ કરી તેમા આવતા કન્ટેન્ટથી યુજર્સ અપડેટ રહી શકશે. આ ઉપરાંત યુજર્સ તેની પોતાની વોટ્સએપ ચેનલ પણ બનાવી શકશે.
નવા ફીચરમાં શું સુવિધા જોવા મળશે
નવા ફીચરમાં વોટ્સએપ ગ્રુપ અથવા ટેલીગ્રામ ચેનલથી ઉલટુ કોઈ વોટ્સએપ ચેનલમાં સાથે જોડાયેલા શખ્સને તેની ચેનલમાં જોડાયેલ બીજા યુજર્સના નંબર અને તેની બીજી જાણકારી જોવા નહી મળે. અને તેમા યુજર્સ ખોટા નંબરો પરથી આવતા મેસેજ અને કોલથી સુરક્ષિત રહી શકશે. જો કે કોઈ ચેનલ પર મોકલવામાં આવેલ મેસેજ અથવા એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનથી પ્રોટેક્ટેક નહી કરે. પરંતુ ચેનલના કોઈ પણ ફિચરની અસર યુજર્સના પ્રાઈવેટ મેસેજિંગ પર નહી પડે.